ભારત ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની મેચમાં નો બોલનો વિવાદ

નવી દિલ્હી, તા. 25 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે બીજી વન ડે મેચ હારી ગઈ છે. જીતની નજીક ભારતીય ટીમ આવી ગઈ હતી પણ એક નો બોલે પૂરી રમત પલટી નાખી હતી અને ત્રણે મેચની શૃંખલામાં ઓસ્ટ્રેલિયાએ 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર અલગ જ વિવાદ શરૂ થયો છે. નો બોલ ઉપર અલગ અલગ સવાલ ઉઠી રહ્યા છે. અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવવામાં આવી રહ્યો છે.ઓસ્ટ્રેલિયાને છેલ્લા ત્રણ રનની દરકાર હતી અને ઝુલન ગોસ્વામી બોલિંગ કરી રહી હતી. અંતિમ બોલે મુની શોટ મારવાના ચક્કરમાં વિકેટ ગુમાવી બેઠી હતી. જો કે અમ્પાયરે નો બોલનો ઈશારો કર્યો હતો. અંતિમ બોલ ઉપર થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી અને તેણે પણ નો બોલ કહ્યું હતું. તેવામાં ઓસ્ટ્રેલિયાને ફ્રી હિટ મળી હતી અને મેચ પોતાનાં નામે કરી લીધી હતી. હવે અમ્પાયરના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા ઉપર વિવાદ શરૂ થયો છે. ઘણા લોકોનું માનવું છે કે અમ્પાયરે એક લીગલ ડિલિવરીને નો બોલ ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લીસા સ્ટેલકરે પણ સોશિયલ મીડિયા ઉપર બે તસવીર શેર કરી હતી અને તે પોતે પણ સમજી રહી નથી કે બોલને નો બોલ કેમ ઠેરવવામાં આવ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer