કચ્છમાં કોરોનાનો નવો કેસ ન નોંધાતાં રાહત

ભુજ, તા. 25 : સતત બે દિવસ જિલ્લામાં કોરોના સંક્રમણે પોતાની હાજરી પૂરાવ્યા બાદ શનિવારે એક પણ કેસ ન નોંધાતાં રાહત મળી હતી. એક પણ દર્દી સ્વસ્થ ન થતાં સક્રિય કેસ બે પર અટકેલા રહ્યા હતા. સંક્રમણની ગતિ સ્થિર થઇ, તો રસીકરણમાં ઉતાર-ચડાવ જારી રહ્યો હતો. રાપરમાં 2271, ભચાઉમાં 1516, ભુજમાં 1421, અંજારમાં  1001, માંડવીમાં 947, અબડાસામાં 897, નખત્રાણામાં 525, ગાંધીધામમાં 513, લખપતમાં 407 અને મુંદરામાં 370 મળી 9868નું રસીકરણ કરાતાં જિલ્લાના કુલ રસીકરણનો આંક 12.35 લાખે પહોંચ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer