વીજળી પડતાં ખીરસરાની યુવતી ઘાયલ

નખત્રાણા, તા. 25 : ગુરુવારે તાલુકામાં તોફાની વરસાદના કારણે તાલુકાના ખીરસરા (નેત્રા) ગામે કોલીવાસમાં આકાશી વીજળી પડતાં 16 વર્ષની કોલી વનિતાબેન ડયારામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત આ યુવતીને પ્રથમ સારવાર નખત્રાણા સરકારી સી.એચ.સી.માં ત્યારબાદ ભુજ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેવું ખીરસરા ગામના સરપંચ દિનેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer