મમુઆરા સીમના લેન્ડ ગ્રેબિંગ કેસમાં બે આરોપીની આગોતરાની માંગ ઠુકરાવાઇ

ભુજ, તા. 25 : તાલુકામાં મમુઆરા ગામની સીમમાં સર્વે નંબર 236 પૈકી ત્રણવાળી જમીન મામલે પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલા લેન્ડ ગ્રેબીંગ ધારા તળેના કેસમાં બે આરોપી મમુઆરા ગામના મ્યાજર રૂડા જાટીયા અને તેના ભાઇ કારા રૂડા જાટીયા માટે મુકાયેલી આગોતરા જામીનની માગણી જિલ્લા અદાલતે નામંજુર કરી હતી.આ કિસ્સામાં વિશાલ હરપ્રતાપ ભાટિયાની ફરિયાદના આધારે આ ગુનો દાખલ કરાયો હતો. દરમ્યાન જિલ્લા અદાલત સમક્ષ આ બન્ને તહોમતદાર માટે મુકાયેલી આગોતરા જામીનની માગણી અત્રેના બીજા અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ થઇ હતી. ન્યાયાધીશ પી.એસ. ગઢવીએ બન્ને પક્ષને સાંભળી, જરૂરી આધાર-પુરાવા તપાસી પ્રથમ દર્શનીય કેસ હોવાના તારણ સાથે આગોતરાની માગણી નામંજુર કરતો આદેશ કર્યો હતો.આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામી અને કેસના મુળ ફરિયાદીના વકીલ તરીકે વિજય આર. ગઢાઇ, કુશલ એચ. ભાટિયા અને કુ. તરલાબેન એલ. મહેશ્વરી રહયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer