માનકૂવા પાસે ટ્રક તળે બાઇક સવારનું મોત : મિરજાપરમાં યુવતીનો આપઘાત

ભુજ, તા. 25 : તાલુકામાં માનકુવા ગામ નજીક પાછળથી આવી રહેલી ટ્રકની હડફેટે બાઇક આવી જતા આ દ્વીચક્રી ઉપર સવાર પોપટ ધુલા બારીયાનું મૃત્યુ થયું હતું. જયારે સહસવાર મુળ દરશડીના હાલે સામત્રા રહેતા રતનજી ભાણજી સેંઘાણીને ઇજા થઇ હતી. આ બન્ને જણ બાઇક ઉપર ભુજથી સામત્રા જઇ રહયા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ ભુજ નજીકના મીરજાપર ગામે બાવીસ વર્ષની વયની રવિના બાબુ પટ્ટણીએ મધમાં ઝેરી દવા ભેળવી તેને પી લઇને આત્મહત્યા કરી હતી. આ હતભાગીને પહેલા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી. આ પછી તેને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ ત્યારે તેને મૃત જાહેર કરાઇ હતી. બનાવ પછવાડેનું કારણ હજુ બહાર આવ્યું નથી તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer