માંડવી સુધરાઈમાં એક જ વોર્ડના બે નગરસેવક વચ્ચે ચકમક ઝરી

માંડવી, તા. 25 : અહીંની નગર સેવા સદનની યોજાયેલી સામાન્ય સભા પૂરી થયા બાદ ત્રીજા વોર્ડના નગરસેવિકા અને નગરસેવક વચ્ચે ચકમક ઝરતાં આખોય મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. વોર્ડ નં. 3માં મહિલા નગરસેવિકાએ એ જ વોર્ડના નગરસેવકને પોતાના વિસ્તારમાં રસ્તાના કામ અંગે રસ્તો મપાવેલ છે. તમે કામ જોઈ લેજો તેવી સહજભાવે વાત કરતાં પુરુષ નગરસેવકે મને પૂછ્યા વગર કામ કેમ કરાય? તેવું જણાવી સામસામા પ્રહારો થયા હતા. નગરઅધ્યક્ષાના મૌનથી મહિલા નગરસેવિકાએ અસંતોષ વ્યક્ત કરી આજના બનાવને ગંભીર લેખી જિલ્લા પ્રમુખ, મહામંત્રી વગેરે પાસે રજૂઆતો કરવાની તૈયારી હાથ ધરી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer