ગળપાદર એરપોર્ટ ચાર રસ્તા પાસે છરી બતાવીને 32 હજારની લૂંટ

ગાંધીધામ, તા. 25 : ગળપાદર એરપોર્ટ ચાર રસ્તા પાસે એક ટેઈલર ચાલકને છરી બતાવી  મોટર સાઈકલ  ઉપર આવેલા ત્રણ શખ્સોએ રોકડ રકમ  સહિત  રૂા. 32500 ની લૂંટ ચલાવી  હતી.આ બનાવને પગલે ચકચાર પ્રસરી હતી.પોલીસના સતાવાર સાધનેએ જે.આર.રોડ લાઈન્સના  ટેઈલર ચાલક  અભયકુમાર  શિવપૂજન રાજપૂતની ફરિયાદને ટાંકીને જણાવ્યુ હતુ કેલૂંટનો બનાવ આજે વહેલી સવારે 3.45 વાગ્યા ના અરસામાં  બન્યો હતો.ફરિયાદી  ટ્રેલર નં.જીજે.12.એ.યુ.6431 લઈને કંડલા સી.આર. પી.એલ કંપનીમાં ફલેકસીમાંથી દીવેલ  ભરીને મુન્દ્રા પોર્ટ  જવા નીકળ્યા હતા.  ટેલર ગળપાદર ધોરીમાર્ગ ઉપર એસ.બી.આઈના એ.ટી.એમ પાસે આવેલા પુલીયા  પાસે આવતા   મોટર સાઈકલ  ઉપર  આવેલા  ત્રણ અજાણ્યા શખ્સોએ  હાથ આપી  ગાડી રોકવાનુ કહેતા ચાલકે  નેક્ષા શો રૂમની સામે પુલીયા ઉપર ગાડી રોકી હતી.ત્રણ જણ પૈકી એક શખ્સે  ગાડી ઉપર  ચડી  ચાલકને છરી  બતાવી તેરે પાસ જો હે વો દેદે નહીં તો માર દુગા તેવી ધમકી આપી હતી. ગભરાયેલા  ચાલક પાસેથી રોકડા રૂા. 5હજાર, એક  સેમસંગ કંપનીનો  મોબાઈલ ફોન  કિ રૂા.23500 લઈ  ગયા હતા. આ ઉપરાંત આરોપી  ટેઈલરની ડિઝલની ટાંકીમાંથી આશરે 50 લીટર ડિઝલ લઈ ગયા હતા જેની કિંમત રૂા. 4000 હજાર આંકવામાં આવી હતી. હિન્દી ભાષા બોલતા અને  પેન્ટ અને શર્ટ પહેરીને આવેલા આરોપીઓ  29 થી 30  વર્ષ ની વયના લાગતા હતા.વાહનોની અવર -જવર થી સતત ધમધમતા  ગળપાદર -મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર  લૂંટનો બનાવ બનતા  કાયદાના   રક્ષકો વ્યાયામ હાથ ધરી તહોમતદારોને  પકડવાની દિશામાં દોડધામ હાથ ધરી છે. આ મામલે એ ડિવિઝન પી.આઈ. એમ.એમ. જાડેજા ચલાવી રહયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer