ગુજરાતના પ્રથમ ક્લિનિક ઈન કિઓસ્કનું આજે મોટા અંગિયામાં લોકાર્પણ

મોટી વિરાણી, તા. 25 : ટેકનોલોજી આરોગ્ય ક્ષેત્ર વધુ સારી ગુણવત્તા લાવવી જીવન બદલી શકે છે. આ વિચારને અનુસરી-પુનર્જન્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ જાહેર આરોગ્ય વ્યવસ્થામાં ક્રાંતિ લાવી રહ્યું છે. પુનર્જન્મની સંસ્થાઓ પ્રાઈવેટ એન્ટરપ્રાઈઝ નેચરલ માઈન્ડ્સના સહયોગી સ્પોટ કેર ક્લિનિક ઈન એ કિઓસ્ક નામનું મેડિકલ કિઓસ્ક વિકસાવ્યું છે. ગુજરાતના પ્રથમ ક્લિનિક ઈન કિયોસ્કનું રવિવારે મોટા અંગિયામાં લોકાર્પણ કરાશે. ક્લિનિક ઈન એ કિઓસ્ક એ એક નવીન ઉપાય છે, જે અંતરિયાળ વિસ્તારના લોકોને મેટ્રો શહેરમાં આવેલા નિષ્ણાત ડોક્ટર સાથે જોડવામાં મદદ કરે છે, જેથી દર્દીઓને શારીરિક રીતે મુશ્કેલ સમય માગી લેતી અને ખર્ચાળ પરિસ્થિતિમાં મુક્તિ મળે છે. ડોક્ટર સાથેની ઓનલાઈન મુલાકાત બાદ દર્દીને તેમના રજિસ્ટર્ડ ઈ-મેઈલ/મોબાઈલ પર વિગતવાર ઈ-પ્રિક્રિપ્શન, નિદાન, વિશેષ તબીબી સૂચનાઓ વગેરે પ્રાપ્ત થશે તેમજ દર્દી વિશેની તમામ માહિતી અને રિપોર્ટ્સ ડોક્ટર પાસે એપમાં રહેશે. આ ઉપરાંત સ્પોટ કેર પ્લેટફોર્મ દર્દીઓની તેમની પસંદગી ફાર્મસી સાથે જોડે છે, જે તેમને તાત્કાલિક દવા વિતરણ અને એક્સપ્રેસ ચેકઆઉટ સુવિધા સાથે મદદ કરશે. કિઓસ્ક પસંદગીની ડાયગ્નોસ્ટિક લેબોરેટરી સાથે જોડાવાને પણ સપોર્ટ કરે છે. આ મેડિકલ કિઓસ્ક ગુજરાતના મોટા અંગિયા ખાતે સ્થાપિત કરવામાં આવશે. ગામના સરપંચ ઈકબાલ ઘાંચી અને તેમની પંચાયત ગ્રામજનોની આરોગ્ય જરૂરિયાત સુધારવા માટે સઘન રીતે કામ કરી રહી છે અને ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ સુધારવાની સંભાવના ધરાવતા આ વર્ચ્યુઅલ ક્લિનિકની આતુરતાથી રાહ જોઈ રહી છે. ગુજરાતમાં આ પ્રથમ વખત છે જ્યાં આંતરિક ગ્રામીણ વિસ્તારમાં મેડિકલ કિઓસ્ક સ્થાપવામાં આવશે.આ સાથે ડ્રાઈવરો માટે બ્લડ ગ્રુપ ચકાસણી, જનરલ મેડિકલ કેમ્પ તેમજ કોરોના વોરિયર્સનાં સન્માનનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer