અપહરણ સાથે બળાત્કાર અને ગોંધી રાખવાના કેસમાં આરોપીને જામીન

ભુજ, તા. 25 : અપહરણ કરાયા બાદ ગોંધી રાખવા સાથે ભોગ બનનાર ઉપર બળાત્કાર કરવાના પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલા ફોજદારી કેસમાં મુખ્ય આરોપી રાજેશ ફકલા કોળીને જામીન અપાયા હતા. ભુજના બીજા અધિક સેશન્સ જજની અદાલતે જામીનમૂકિતનો આ ચૂકાદો આપ્યો હતો. - વિશ્વાસઘાત કેસમાં આગોતરા : ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાત સહિતના આરોપ સાથેના કેસમાં આરોપી ડિસાના કમલેશ છગનલાલ ઠકકરને આગોતરા જામીન અપાયા હતા. ભુજના દશમાં અધિક સેશન્સ જજની કોર્ટએ આ ચૂકાદો આપ્યો હતો. આ બન્ને કેસમાં આરોપી અને અરજદારના વકીલ તરીકે વિવેકાસિંહ આર. જાડેજા, ભાવેશ ડી. દરજી, પી.એમ.જાડેજા, ભરત એમ. સોરઠીયા રહયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer