અંતે અબડાસા તાલુકાનાં વિકાસકામોને આયોજન અધિકારી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી

નલિયા, તા. 25 : અબડાસા તાલુકાના આયોજનની ગ્રાંટ હેઠળ 1.44 કરોડના વિકાસકામો વિલંબમાં પડતાં આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ જિલ્લા આયોજન અધિકારીએ આયોજન, વિવેકાધીન ગ્રાંટ હેઠળ તાલુકામાં હાથ?ધરવાના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપતાં આ કામો હાથ?ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે.આ અંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજિતસિંહ જાડેજાના જણાવ્યા મુજબ અબડાસામાં આયોજનના કામો હાથ ધરવા તેજબાઇ લાખ કેરના અધ્યક્ષસ્થાને આયોજનની બેઠક મળી હતી જેમાં વિકાસકામોને બહાલી આપી જિલ્લા આયોજન મંડળને દરખાસ્ત મોકલાઇ હતી. જિલ્લા આયોજન સમિતિમાં અબડાસાના વિકાસકામો કિન્નાખોરી રાખી નામંજૂર કરાયા હતા તેવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તે પછી જિલ્લાકક્ષાએ મોકલેલ દરખાસ્ત પરત આવતાં પુન: તાલુકા આયોજનની બેઠક મળી હતી જેમાં વંચિત ગામોના કામોનો સમાવેશ કરી જિલ્લાકક્ષાએ પુન: દરખાસ્ત મોકલાતાં સૈદ્ધાંતિક મંજૂરી મળતાં હવે આ કામો હાથ ધરાશે.આ અંગે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પાસે રજૂઆત કરાતાં તેમણે આ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ટેલીફોનિક પરામર્શ કરી હતી જે અન્વયે સત્તાવાળાઓનો હકારાત્મક પ્રતિભાવ મળતાં આખરે અબડાસાના વિકાસકામોની દરખાસ્ત પાટે ચડી હોવાનું શ્રી જાડેજાએ જણાવ્યું હતું. દરમ્યાન, અબડાસા તા.વિ. અધિકારી બી. ડી. મહેશ્વરીનો સંપર્ક સાધતાં તેમણે અબડાસામાં આયોજન હેઠળના રૂા. 1.44 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાનું જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer