કચ્છના કલેકટર આયોગ પાસે હાજર નહીં થતાં ઠપકો અપાયો

ભુજ, તા. 25 : ગાંધીધામના વાલ્મીકિ સમાજના યુવાને વ્યાજ વસૂલવાના મામલે કરેલી આત્મહત્યાનો કિસ્સો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ પહોંચ્યો હતો. શું કાર્યવાહી કરવામાં આવી છે એ જાણવા કચ્છના કલેકટર પ્રવીણા ડી.કે.ને હાજર થવા ફરમાન કરાયું પરંતુ તેઓ હાજર નહીં થતાં આયોગે નારાજગી સાથે કલેકટરની ઝાટકણી કાઢી હતી.ગાંધીધામના યુવક ધીરજ મઠાભાઇ સોલંકીએ જેમની પાસેથી વ્યાજે પૈસા લીધા  હતા તેમના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી  હતી આ બનાવની ફરિયાદ રાષ્ટ્રીય આયોગ સમક્ષ સામાજિક આગેવાન ડો. રમેશ ગરવાએ કરી  હતી. આધાર-પુરાવાને જોતાં આયોગે પૂર્વ કચ્છના પોલીસ વડા અને કચ્છના કલેકટરને કાર્યવાહી શું કરાઇ છે. આ મામલે સુનાવણી માટે બોલાવ્યા હતા. પરંતુ પોલીસ વડાએ હાજર ન થવાનું કારણ દર્શાવ્યું પરંતુ કલેકટર કોઇ કારણ વગર હાજર થયા ન હતા. ફરિયાદી ડો. ગરવા દિલ્હી પહોંચ્યા હતા. કલેકટરની ગેરહાજરીની નોંધ લઇ આયોગ તરફથી મિનિટસમાં ઠપકો આપવામાં આવ્યો હતો અને હવે જો નવી તારીખે સુનાવણી વખતે હાજર ન થાય તો કલેકટર સમક્ષ સંભવત: કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer