કચ્છના લોકપ્રતિનિધિઓ નવા મુખ્યમંત્રી સમક્ષ નર્મદા પાણી પ્રશ્ને રજૂઆત કરશે

અંજાર, તા. 23 : કચ્છના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ખેડૂતોના ખેતરો સુધી ઝડપથી વધારાના નર્મદાના નીર પહોંચાડવા માટે રાજ્ય સરકાર પણ આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે ખાસ પ્રાધાન્ય આપી રહી છે ત્યારે આગામી તા. 27, 28ના યોજાનાર વિધાનસભા સત્રમાં કચ્છના નર્મદાના નીર માટે રૂા. 3475 કરોડની મંજૂર કરાયેલી યોજાનાને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવા માટે રજૂઆત કરશે. માહિતી આપતાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, યોજનાને વહીવટી મંજૂરી આપવા માટે નવા વરાયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ કચ્છના તમામ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય સામૂહિક રજૂઆત કરી રૂા. 3475 કરોડની યોજાનાને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવા માટે રજૂઆત કરશે. તેમણે કહ્યું કે, નર્મદા યોજના માટે મોટાભાગની જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. કામગીરીમાં ગતિ આવે અને કચ્છના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ખેતી માટે ફાળવાયેલા વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી કચ્છના વિકાસને નવી ગતિ પ્રાપ્ત થશે. ખેડૂતોની આવક વધારવા માટે હંમેશાં ચિંતા સેવવામાં આવી છે ત્યારે આ નર્મદાના નીર સમગ્ર કચ્છમાં ઝડપભેર લાવી કચ્છની ફળદ્રુપ જમીનમાં અનેરી તાકાતથી ખૂબ જ સારી ઉપજ મેલવી શકાય તેમ હોઇ તેમજ કચ્છમાં આવેલા મહાકાય ઉદ્યોગોની પાણીની તાતી જરૂરિયાત પૂરી કરવા માટે સમગ્ર યોજનાને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર કચ્છના તમામ ધારાસભ્યો-સાંસદ દ્વારા આ બે દિવસ ખાસ સત્રમાં આ યાજેનાને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવા રજૂઆત કરવાનું શ્રી આહીરે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer