કચ્છમાં રાત્રે 9 સુધી 57 હજારનું રસીકરણ

કચ્છમાં રાત્રે 9 સુધી 57 હજારનું રસીકરણ
ભુજ, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે આજે રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા બે લાખ ડોઝ સાથે બીજા ડોઝ માટે મહાઝુંબેશ હેઠળ કચ્છમાં 500 ઉપરાંત કેન્દ્રો ખાતે રસીકરણ આરંભાયું છે, જેમાં લોકસહયોગ મળ્યો છે. રાત્રે 9 વાગ્યા સુધી કચ્છમાં 57 હજાર લોકોએ રસીકરણ કરાવ્યું હતું. રાત્રિ સુધીમાં 60 હજાર ડોઝ અપાઇ જશે તેવું ડીડીઓ ભવ્ય વર્માએ જણાવતાં ઉમેર્યું હતું કે, હજુ લોકો રસી મુકાવા આવી રહ્યા છે. સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી રસીકરણ?કામગીરી ચાલુ રાખવા તંત્ર દ્વારા કરાયેલા આયોજનને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેક્ટર પ્રવીણ ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં રસીકરણ?મહાઅભિયાન ચાલી રહ્યું છે જેમાં કચ્છ જિલ્લો પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યો છે. કચ્છમાં 79.42 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હોવાનો વહીવટી તંત્રે દાવો કર્યો હતો.ગ્રામ્ય ક્ષેત્રના 380 સબસેન્ટર ઉપરાંત રેલવે મથક, તાલુકા કક્ષાના બસ સ્ટેશન પર લોકોએ રસી લીધી હતી. આરોગ્યકર્મીઓ સાથે આશા બહેનોએ સગર્ભા માતાઓને સબ સેન્ટર ખાતે લઇ જઇ?રસી મુકાવી હતી. સીડીએચઓ ડો. જનક માઢક દ્વારા જણાવાયું હતું કે, ગઇકાલ સુધી જિલ્લાના 220 ગામમાં પહેલા ડોઝની કામગીરી પૂર્ણ થઇ?ગઇ?છે, જેમાં અબડાસાના 8, અંજારના 57, ભચાઉ 8, ગાંધીધામ 9, માંડવી 20, મુંદરા 51 અને નખત્રાણા તાલુકાના 19 ગામમાં સો ટકા રસીકરણ થઇ?ચૂક્યું છે. આજના રસીકરણ અંતર્ગત વધુ 125 ગામ આવરી લેવા તંત્ર દ્વારા સઘન પ્રયાસો આદરાયા છે. રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, બીજા ડોઝ?માટે મહાઝુંબેશ ચલાવવા કચ્છને એક જ દિવસ માટે બે લાખ ડોઝ ફાળવાયા છે. તેમણે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને પ્રથમ ડોઝ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા માહિતી ખાતાના જણાવ્યા મુજબ કચ્છમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 46 હજારથી વધુ લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં રસીકરણ ઝુંબેશ માટે વિવિધ સંસ્થાઓનો પણ સહયોગ મળ્યો હતો. રાજકીય પદાધિકારી, અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, યુવાવર્ગ સહયોગી બન્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer