માધાપરમાં કચ્છભરના 24 ખેલાડીનો જામ્યો શતરંજ સંગ્રામ

માધાપરમાં કચ્છભરના 24 ખેલાડીનો જામ્યો શતરંજ સંગ્રામ
ભુજ, તા. 17 : કચ્છ ડિસ્ટ્રીક્ટ ચેસ એન્ડ સ્પોર્ટ્સ એસો. દ્વારા માધાપરમાં યોજિત ચેસ હરીફાઇમાં આખા કચ્છમાંથી 24 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અન્ડર 11માં ચેમ્પિયન યશ કટારિયા, બીજા નંબરે શુભમ સુતરિયા અને ત્રીજા ક્રમાંકે પ્રક્રિત બંસલ  આવ્યા હતા.  જાન્યા ગોસ્વામી બેસ્ટ ગર્લ બની હતી. અંડર 19ની કેટેગરીમાં ચેમ્પિયન ધ્રુવિન ગોર, બીજા ક્રમે નીલ નાનકાની અને દેવાંશી જોશી તૃતીય આવ્યા હતા. બેસ્ટ ગર્લ નિશિ શાહ બની હતી. હેન્સીબેન, નિરાલીબેન, પ્રીતિબેન, પાયલબેન, હિતેશભાઈ ગઢવી, કલ્પેશભાઈ ગોસ્વામી, ભરતભાઈ ઠક્કર અને ચંદ્રશેખરભાઈ દ્વારા સર્વે વિજેતાઓને 8 ટ્રોફીઓ આપીને સન્માન કરાયું હતું. સર્વે ખેલાડીઓને પ્રમાણપત્ર અપાયાં હતાં. આયોજનમાં રુદ્ર સુનીલભાઈ  રહ્યા હતા. સ્પર્ધાના રેફરી નેશનલ પ્લેયર દક્ષ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, આગામી માસમાં ચેસની  હરીફાઈ યોજવામાં આવશે, જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. વધુ વિગતો માટે 99789 85800 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer