રાપરમાં દેશળ ભગત પ્રીમિયર લીગ : બજરંગ ઇલેવન વિજેતા

રાપરમાં દેશળ ભગત પ્રીમિયર લીગ : બજરંગ ઇલેવન વિજેતા
રાપર, તા. 17 : રાજપૂત સમાજ સેલારી દ્વારા અહીં પ્રગતિ વિદ્યાલય મેદાન પર `દેશળ ભગત પ્રીમિયર લીગ'ના સાત ટીમો વચ્ચે જામેલા ક્રિકેટ મુકાબલાના અંતે ચામુંડા ઇલેવનને હરાવી બજરંગ ઇલેવન વિજેતા બની હતી.ચેમ્પિયન ટીમને પ્રભુ પરમાર, ચંદ્રેશ પરમાર, નીલેશ પરમાર, ઘનશ્યામ પરમારના હસ્તે ટ્રોફી અપાઇ હતી. સ્પર્ધામાં મેન ઓફ ધ સિરીઝ કેવલ મોખા, બેસ્ટ બેટધર મયૂર સોઢા, બેસ્ટ બોલર ઘનશ્યામ પરમાર, ફાઇનલમાં મેન ઓફ ધ મેચ નીતિન ચૌહાણ જાહેર થયા હતા. દાતાઓ નારણભાઇ પરમાર, કાનજીભાઇ ચાવડા, ભીખાભાઇ ગોહિલ વગેરે તરફથી પ્રોત્સાહન અપાયું હતું. આયોજક સમાજના પ્રભુભાઇ પરમાર, અરવિંદ ચાવડા, મુકેશ સોઢા સહિત સભ્યોએ આયોજન સંભાળ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer