મુંદરામાં જી.એસ.ટી. જાગૃતિ સેમિનાર યોજાયો

મુંદરામાં જી.એસ.ટી. જાગૃતિ સેમિનાર યોજાયો
મુંદરા, તા. 17 : અહીં રોટરી ભવનમાં મુંદરા નગરપાલિકા, મુંદરા મર્ચન્ટ એસોસિએશન, સી એ એન્ડ ટેક્ષ કન્સલ્ટન્ટએસોસિએશન, રોટરી કલબ તથા તમામ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનસના સહયોગથી જી.એસ.ટી. ઓઉટરીચ અને ટ્રેડ ફેસિલિટેશન અવેરનેસનો સેમિનાર યોજાયો હતો, જેમાં સરકારના જીએસટી વિભાગ દ્વારા તારીખ 1 જૂનથી જી.એસ.ટી. એમ્નેસ્ટી સ્કીમ અનુસંધાને જી.એસ.ટી. ઓઉટરીચ અને ટ્રેડ ફેસિલિટેશન અવેરનેસ અંગે જાણકારી આપવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે નાયબ કમિશનર એન. કે. ચૌધરી (સીજીએસટી મુંદરા), સુપ્રિન્ટેન્ડેન્ટ એ. પી. જોશી, મુંદરા નગરપાલિકાના પ્રમુખ  કિશોરાસિંહ જી. પરમાર, મુંદરા મર્ચેન્ટ એસોસિએશનના પ્રમુખ રહીમભાઈ ખત્રી, મુંદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહીર, નગરપાલિકાના સભ્ય ઉર્મિલાબેન ગઢવી, પ્રિન્ટ મીડિયા એસોસિએશનવતી દિલીપભાઈ ગોર, બુલિયન એસોસિએશનના રાજુભાઈ પાટણિઆ, સંજયભાઈ સોની, વેપારી  એસોસિએશનવતી હિંમતભાઇ ગણાત્રા, સુલતાનભાઇ તુર્ક  (યશ એન્ટરપ્રાઇઝ) યાજ્ઞિકભાઈ પટેલ, જીતુભાઇ સાવલા, કમલેશભાઈ રાજગોર, હાર્દિકભાઈ ગણાત્રા, ટ્રાન્સપોર્ટ એસોસિએશનવતી હીરાભાઈ રબારી, અસલમભાઇ મામદ (ઉપસરપંચ ધ્રબ ગામ), હોટેલ એસોસિએશનવતી મનસુરભાઈ તુર્ક, ધ્રબ ગામના સરપંચ અબ્દુલ રહેમાનભાઈ જુસબ,  સામાજિક અગ્રણી હુસેનભાઇ તલાટી  વગેરે હાજર રહ્યા હતા. સીએ એન્ડ ટેક્ષ કન્સલ્ટન્ટ એસોસિએશનવતી સીએ કેતનભાઈ સોલંકી, અશરફભાઈ તુર્ક, સીએ ભૌમિલ ભાઈજાની, સીએ દિલીપભાઈ જાંબુઆણી,  સીએ ગુલામભાઇ ખત્રી, હનીફભાઇ ખત્રી, સીએ કરણભાઇ ઠક્કર, મુકેશભાઈ સેંગાણી, ભાવિનભાઈ શાહ, સીએ સાગર મહેતા,મહેશભાઈ ગોર જોડાયા હતા. શ્રી ચૌધરી, સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી જોશીએ સરકારની નવી અમેન્સ્ટી સ્કીમ હેઠળ વ્યાજ, પેનલ્ટી માફી, રદ્દ થયેલ નંબર ચાલુ કરવા અંગેની  માહિતી આપી હતી તથા તેનો લાભ લેવા વેપારીઓને અનુરોધ કર્યો હતો. નગરપાલિકાના પ્રમુખ શ્રી પરમારે પણ વેપારીઓને થતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓને વાકેફ કર્યા હતા, સીએ અને ટેક્ષ કન્સલ્ટન્ટ એસોસિએશનવતી અશરફભાઈએ પણ સ્કીમની સમજણ આપીને વેપારીઓને તેનો લાભ લેવા વિનંતી કરી હતી. અધિકારીઓને  તમામ વેપારીઓને જી.એસ.ટી.માં પડતી તકલીફ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ સહકાર આપવાની ખાતરી આપી હતી.નગરપાલિકા, મર્ચન્ટ એસોસિએશન, સીએ એન્ડ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન, રોટરી ક્લબ-મુંદરા તથા તમામ અન્ય એસોસિએશનનો સહયોગ રહ્યો હતો. સંચાલન દિલીપભાઈ ગોરે, આભારવિધિ ભૌમિક જાનીએ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer