ચેક પરત થવાના અંજારના કેસમાં એક વર્ષની કેદ, પાંચ લાખનો દંડ

ભુજ, તા. 17 : સાડા ત્રણ?લાખ રૂપિયાના મૂલ્યના ચેકો પરત થવાના કેસમાં અંજારની અદાલતે અંજારના રહેવાસી અબ્દુલલતીફ દાદાભાઇ?ખલીફાને એક વર્ષની કેદ તથા રૂા. પાંચ લાખના દંડની સજા અંજારની અદાલતે કરી હતી. કેસના ફરિયાદીને રૂા. 4.90 લાખનું વળતર ચૂકવવા પણ ચુકાદામાં આદેશ કરાયો હતો. મેઘપર બોરીચી (અંજાર)ના વનિતાબેન ધનજી વાઘમશી પાસેથી કૌટુંબિક સંબંધોના નાતે રૂપિયા ઉછીના લેવાયા બાદ આરોપી અંજારમાં રેલવે ફાટક પાસે રહેતા અબ્દુલલતીફ?ખલીફાએ બદલામાં આપેલા ચેક બેંકમાં પરત ફરતાં આ કેસ કરાયો હતો. અંજારના જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ?વિપિનકુમાર બંસલ સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. તેમણે બંને પક્ષને સાંભળી આરોપીને તક્સીરવાન ઠેરવવા સાથે એક વર્ષની કેદ અને રૂા. પાંચ લાખના દંડની સજા ફટકારી હતી. કેસના ફરિયાદીને રૂા. 3.90 લાખ વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે અનિલ કે. બાંભણિયા અને ડી. કે. બાંભણિયા રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer