સારસ્વત જ્ઞાતિનું સંગઠન મજબૂત કરાશે

સારસ્વત જ્ઞાતિનું સંગઠન મજબૂત કરાશે
ભુજ, તા. 17 : અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનને જિલ્લાકક્ષાએ આવનારા દિવસોમાં સંગઠન મજબૂત બનાવી જિલ્લાકક્ષાએ ભવન વગેરે બનાવવાની નેમ સાથે મળેલી બેઠકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ લક્ષ્મીશંકરભાઈ જોષીના પ્રમુખ સ્થાને ભુજ ખાતે યોજાયેલી બેકઠને સંબોધતાં તેમણે જ્ઞાતિનું એક મજબૂત માળખું બને અને ખાસ કરીને યુવા ટીમ આવે અને જ્ઞાતિજનોનાં કામ થાય એવી અપીલ કરીને પોતાની વધતી ઉંમરને ધ્યાને લઈ જિલ્લા પ્રમુખપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું અને નવા પ્રમુખપદનું નામ ગિરીશ લાલજી જોષીનું સૂચવ્યું ને તમામ મહાસ્થાનના પ્રતિનિધિઓએ સ્વીકાર કરતાં સર્વાનુમત્તે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ભગવતીધામના અધ્યક્ષ રાજુ મહારાજે સંગઠન માટે વાત કરી દરેક જ્ઞાતિજનો ઘર દીઠ આર્થિક યોગદાન આપે તેવું સૂચન કર્યું હતું. ભુજ મહાસ્થાનના પ્રમુખ જગદીશભાઈ ધોલીએ જ્ઞાતિની અન્ય સંસ્થાઓ જે રીતે કામ કરે છે તેને સહયોગ આપવા સૂચન કર્યું હતું.પ્રારંભમાં પ્રમુખ તથા મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું હતું. લાભશંકરભાઈ બોડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપસ્થિત મહાસ્થાનના પ્રતિનિધિઓએ પોતાના અભિપ્રાય આપી જિલ્લાનું માળખું બને અને તમામ સંસ્થાઓ, તાલુકા એકમો પણ જિલ્લા મહાસ્થાન હેઠળ કામ કરે તેવું જણાવ્યું હતું.નવા વરાયેલા પ્રમુખ ગિરીશભાઈએ ટૂંક સમયમાં તમામ તાલુકામાં પ્રવાસ કરી જ્ઞાતિજનોને એક કરવા પ્રયાસ કરાશે. જ્ઞાતિમાં ભંડોળ એકત્ર કરવા, ભુજ ખાતે સમાજવાડી, અતિથિગૃહ, છાત્રાલય જેવું ભવન બને તે માટે પણ સૌએ એક થઈને પ્રયાસ કરવા જણાવ્યું હતું અને સંગઠન માટે પોતે સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી. હોદ્દેદારોની વરણીમાં ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ જોશી-ભુજ, મહેન્દ્રભાઈ જોશી-ગાંધીધામ, ધર્મેશભાઈ જોશી-માંડવી, પ્રવીણભાઈ જોશી-અંજાર, વિશ્વનાથભાઈ બોધી-દયાપર, ખરાશંકર રત્નેશ્વર-મુંદરા, મહામંત્રી તરીકે કિરીટભાઈ જોશીની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. જ્યારે મંત્રી તરીકે સંજયભાઈ ટેવાણી-માંડવી, જનકભાઈ રાડિયા-નલિયા, ભરતભાઈ ધોલી-નખત્રાણા, પ્રવીણભાઈ હરિયામાણેક - જાટાવાડા, રાજેન્દ્રભાઈ જેઠા-આદિપુર, ખજાનચી તરીકે ચંદ્રકાંતભાઈ શિવ-મોથાળા અને સહખજાનચી તરીકે નીલભાઈ કનૈયા-ભુજનો સમાવેશ થાય છે. સલાહકાર સમિતિમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ લક્ષ્મીશંકરભાઈ શિવ, અનિલભાઈ એચ. જોશી-ભુજ, લાભશંકરભાઈ બોડા-ભુજ, શંકરભાઈ ચઠમંધરા-દેશલપર (ગું.), અનિલભાઈ જેઠા-ભુજ, રાજુભાઈ જોશી (ભગવતીધામ) ભુજ, પ્રતાપભાઈ સાયલ-દુધઈ, શંભુભાઈ બલભદ્ર-ભુજની પસંદગી થઈ હતી. આ ઉપરાંત અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, સંગઠન સમિતિ વિગેરેનો સમાવેશ કરાયો હતો. નરેન્દ્ર વ્યાસ, રોહિત જોશી, નીલેશ શિવ, કપિલ શિવ, રાજુ સારસ્વત સહયોગી રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer