ભુજના સામાજિક કાર્યકર નેશનલ હોકર્સ ફેડરેશન ગુજરાતના ડેપ્યૂટી જનરલ સેક્રેટરી નિમાયા

ભુજના સામાજિક કાર્યકર નેશનલ હોકર્સ ફેડરેશન ગુજરાતના ડેપ્યૂટી જનરલ સેક્રેટરી નિમાયા
ભુજ, તા. 17 : શેરી ફેરિયાઓના હક્ક અને અધિકાર માટે સતત કાર્યરત તેમજ શહેરમાં કાયદેસરની ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન થાય તેના માટે હિમાયત કરનાર સામાજિક કાર્યકર મહંમદ લાખાને રાજ્ય સ્તરના `નેશનલ હોકર્સ ફેડરેશન'?એન.એચ.એફ.ના?ડેપ્યુટી જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. નેશનલ હોકર્સ ફેડરેશન ગુજરાત રાજ્યમાં શેરી ફેરિયાઓની આજીવિકાનાં સંરક્ષણ? અને શેરી વિક્રેતા અધિનિયમ 2014ના અમલીકરણ માટે કાર્યરત ફેડરેશન છે. વર્તમાન સમયમાં ભુજ શહેરના શેરી ફેરિયાઓની કામની જગ્યા તેમજ તેમની આજીવિકા સામે અનેક પ્રકારના પ્રશ્નો ઉઠયા છે તેવામાં ભુજના નાગરિકોની મહત્તમ જરૂરિયાતો પૂરી પાડતા આવા શેરી ફેરિયાઓની આજીવિકાને નુકસાન ન પહોંચે એ માટે મહમદભાઇ લાખા અવિરતપણે `ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન'ના સંયોજક તરીકે હિમાયત કરી રહ્યા છે. ભુજમાં કાયદેસરની ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન થાય તેની પ્રક્રિયામાં પણ તેમનો મહત્ત્વનો ફાળો છે. નેશનલ હોકર્સ ફેડરેશન તરફથી તેમને પાઠવાયેલા નિમણૂકપત્ર મુજબ 1લી ઓગસ્ટ-2021થી તેમને ડેપ્યુટી જનરલ સેક્રેટરીના હોદ્દા સાથે?શેરી વિક્રેતા અધિનિયમ 2014ના અમલીકરણ?માટે જે પણ કાયદેસરની કામગીરી કરવા માટે એનએચએફના બેનરનો ઉપયોગ કરવાની અનુમતિ અપાઇ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer