કચ્છ ભાજપે સેવાના સંકલ્પ સાથે વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવ્યો

કચ્છ ભાજપે સેવાના સંકલ્પ સાથે વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવ્યો
ભુજ, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અનેક જગ્યાએ વિવિધ કાર્યક્રમોનાં આયોજનો કરી તેમની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાના સંદેશો સાથે રાષ્ટ્રીય વિચાર અને ઉન્નતીના નવનિર્માણનાં કાર્યો આરંભ કરાયાં જેના  ભાગરૂપે કચ્છ ભુજની અદાણી હોસ્પિટલ મધ્યે મેગા મેડિકલ કેમ્પનું ગુજરાત સરકારનામંત્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અધ્યક્ષા પારુલબેન કારા, સેવા અને સમર્પણ કાર્યક્રમ ઈન્ચાર્જ જયંતભાઈ માધાપરિયા, આરોગ્ય સંબંધિત સેવા કાર્યોના જિલ્લા ઈન્ચાર્જ ડો. મુકેશભાઈ ચંદે, વસંતભાઈ કોડરાણી, જેમલભાઈ રબારી, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ શીતલભાઈ શાહ, જિલ્લા મોરચા પ્રમુખ તાપસ શાહ, મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કરની ઉપસ્થિતિમાં કરાયો હતો. જે લોકો કોરોનામાંથી સાજા થયા બાદ જે આરોગ્ય સમસ્યાઓ થતી હોય છે તેઓના ચેકઅપ માટે આ મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 125 જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 86 જેટલા દર્દીઓને જરૂરિયાત મુજબની ચકાસણી અને રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું કે, વિશ્વના ફલક પર ભારતની ગૌરવપૂર્ણ નોંધ લેવડાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મ દિવસે તેમના સેવા, સત્કાર્યો, સમર્પણથી વિશેષ બીજી કોઈ ઊંચી ભેટ આપી ન શકાય. માંડવી તાલુકાના બિદડા ગામે એક અનોખા કાર્યનો પ્રારંભ કરાયો હતો. ગ્રામ પંચાયતના સહયોગ સાથે 71 હજાર વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જેમાં વિવિધતાસભર ફળ-ફૂલ અને ઔષધિનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સંકુલમાં પક્ષીને રહેવા માટે વિવિધતાસભર ચબૂતરા નિર્માણ કરવા સાથે બે નાની તળાવડી નિર્માણ કરાશે. માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ સંઘાર, મહામંત્રી મહેન્દ્રભાઇ રામાણી, સામાજિક આગેવાન દિલીપભાઇ દેશમુખ સહિતના આગેવાનો આ તકે હાજર રહ્યા હતા. આ કાર્ય માટે વાવેતર થનારા કુલ 71 હજાર વૃક્ષના દાતા ડો. દામજીભાઇ વીરજીભાઇ હડિયા પરિવારના ડો. ચંદ્રવદન દામજી હડિયાએ દાન માટે સહયોગ આપી રાષ્ટ્રીય નિર્માણમાં સહભાગી બન્યા છે. તેમની સાથે વીરાબેન વલ્લભજી દેઢિયા, જેન્તીલાલ કાનજી પટેલ, ડો. હિતેશભાઇ છેડાનો સહયોગ મળ્યો છે. સેવા સમર્પણ કાર્યક્રમ અંતર્ગત જી.કે. જનરલ હોસ્પિટલમાં ફ્રૂટ?વિતરણ, મહાકાળી માતાજીનાં મંદિર ભુજમાં રક્તદાન કેમ્પ, લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે રમતોત્સવ, ભુજ એ.પી.એમ.સી. ખાતે વૃક્ષારોપણ, માધાપર ખાતે તીરંદાજી સ્પર્ધા બાદ સાંજે રામધૂન ખાતે મહાઆરતીનું આયોજન કરાયાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer