મુંદરામાં ડેન્ગ્યુના કેસ સામે ફોગિંગ કામગીરી હાથ ધરાઈ

મુંદરામાં ડેન્ગ્યુના કેસ સામે ફોગિંગ કામગીરી હાથ ધરાઈ
મુંદરા, તા. 17 : તાજેતરમાં મુંદરાની ખાનગી લેબોરેટરીમાંથી શંકાસ્પદ ડેન્ગ્યુ કેસ નીકળતાં શહેરની ન્યૂ મુંદરા, ઉમિયાનગર અને દરિયાલાલ કોલોની ખાતે પોઝિટિવ કેસોની ઘરની આસપાસના ઘરોમાં પુખ્ત મચ્છરોના નાશ કરવા માટે તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઇ જાટિયાની આગેવાની હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઝરપરાના આરોગ્ય સ્ટાફ દ્વારા ફોગિંગ કામગીરી હાથ ધરાઇ હતી. આ રોગ અટકાયતી કામગીરી માટે નગરપાલિકા દ્વારા ફોગિંગ મશીન આપીને સહકાર આપવા બદલ પાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર અને કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર પ્રત્યે આરોગ્ય ખાતાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. ક્રિષ્નાબેન ઢોલરિયાએ મચ્છરજન્ય રોગોથી બચવા માટે હાલની વરસાદની પરિસ્થિતિમાં ઘર અને તેની આસપાસમાં ભરાઇ રહેતાં પાણીનાં પાત્રોની નિયમિત સાફ-સફાઇ કરવા તથા તાવ આવે ત્યારે સંપૂર્ણ સારવાર લઇ સહકાર આપવા લોકોને અપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer