આદિપુરમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ત્રિવિધિ કાર્યક્રમ

આદિપુરમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ત્રિવિધિ કાર્યક્રમ
આદિપુર, તા. 14 : અહીંના સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માન, કોરોના વોરિયર્સોનું સન્માન તથા લઘુ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રભુદર્શન હોલ ખાતે યોજાયો હતો. પ્રારંભમાં મંડળના સંયોજિકા પન્નાબેન જોશી, અરૂણાબેન ઓઝા, સુધાબેન ભટ્ટ, નિરંજનાબેન સોમપુરા, શારદાબેન જોશી વિ. દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રવીણ?દવેએ છેલ્લા બે વર્ષ દરમ્યાનના મંડળ સંલગ્ન દિવંગતોને અંજલિ આપી હતી. મંડળના કે.જી.થી કોલેજ સુધીના 60 જેટલા તેજસ્વી છાત્રો ઉપરાંત કોરોનાના કપરા કાળમાં સેવા આપનારા તબીબ-શિક્ષણ-પોલીસ અને પત્રકારો એવા સમાજના ડો. પાર્થ જોશી, રાધિકા દવે, ભરત મઢવી, ઉજીબેન જોશી, વૈશાલી પંડયા, ભક્તિ ભટ્ટ, હેમાંગી રાજગોર, સેતુ જાની, કિશોર માકાણી, હેમંત જોશી, વિમલેશ કમલ શર્મા, સુનિલ દવે, જગદીશ પંડયા, પ્રદીપ જોશી, નિધિરેશ રાવલ, સંદીપ દવે, નિરૂપમા પાંધી, પલ્લવી રાવલ, હેતલ વ્યાસ, પરશુરામ સેવા બ્રહ્મસમાજ વતી રાજેશ ધારક સહિતના કોરોના વોરિયર્સ અને હિરલ જોશીનું બેસ્ટ એચિવમેન્ટ એવોર્ડ સાથે સૌનું ટ્રોફી સહ સન્માન કરાયું હતું જેમાં ડો. નરેશ જોશીએ માર્ગદર્શન આપ્યું હતું. જયેશ ત્રિવેદી લિખિત રમેશ અને યોગેશ ત્રિવેદી દિગ્દર્શિત સનેડો, દેશભક્તિ, સ્તુતિ વંદના સહિતના વિવિધ નૃત્યોએ જમાવટ?કરી હતી, જે દરેક કૃતિઓને પ્રેક્ષકોએ સન્માનિત કર્યા હતા. અગ્રણીઓ ડો. મનીષ પંડયા, સમીપ જોશી, દિલીપ ઓઝા તથા અન્યોએ આયોજન બિરદાવ્યું હતું. સંચાલન કાજલ ઓઝા અને હેતલ ઓઝા, આભારવિધિ માલા દવેએ કરી હતી. આયોજનમાં નયના દવે, જ્યોત્સના દવે, પ્રતીક જોશી, સંદીપ વ્યાસ, જય દવે, અશ્વિન ત્રિવેદી, નિલેશ પંડયા, તુષાર ઓઝા, યશ ધારક, શિવમ પંડયા, હરીશ રાજગોર, જીતુ ગામોટ, જ્યોત્સના જોશી તથા અન્યોએ સહયોગ આપ્યો હતો. સમારોહમાં કોરોના કર્ફ્યુ દરમ્યાન યોજાયેલી વિવિધ?ઓનલાઇન સ્પર્ધાઓના વિજેતાઓને પણ સન્માનિત કરાયા હતા. પન્ના નરેશ જોશીએ બે વર્ષના હેવાલ સાથે સંગઠન પર ભાર મૂક્યો હતો. પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ અને પરશુરામ બ્રહ્મસમાજ સંસ્થાઓ પણ?સહયોગી રહી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer