આદિપુરની સંસ્થાએ શિક્ષકદિને જરૂરતમંદ બાળકોને શિક્ષણ આપ્યું

આદિપુરની સંસ્થાએ શિક્ષકદિને જરૂરતમંદ બાળકોને શિક્ષણ આપ્યું
ગાંધીધામ, તા. 14 : આદિપુરની રોબીનહૂડ આર્મી સંસ્થા દ્વારા  જરૂરતમંદ  બાળકોને અક્ષરજ્ઞાન આપી શિક્ષકદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે આ અવસરને શિક્ષકદિવસનાં રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ગરીબવર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના વર્ગો ચલાવવા સાથે વિવિધ  પ્રવૃત્તિઓ કરી વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે પ્રયાસો કરાય છે. સામાન્ય  રીતે શિક્ષક દિવસે દરેક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  શિક્ષકની ભૂમિકા ભજવતા હોય છે. આ દિવસે સંસ્થા દ્વારા જરૂરતમંદોને  અક્ષરજ્ઞાન આપી આ દિવસનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ વેળાએ ઉપસ્થિત બાળકોને વિવિધ પ્રકારની રમતો રમાડી આઉટડોર પ્રવૃત્તિઓ કરી ઉજવણી કરાઈ હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer