પાણીનાં એક-એક ટીપાંને બચાવી મહત્તમ જળસંચય કરવા અપીલ

પાણીનાં એક-એક ટીપાંને બચાવી મહત્તમ જળસંચય કરવા અપીલ
મસ્કા, તા. 14 : જે વસ્તુઓનું મૂલ્ય નથી હોતું એ જ ખરેખર અમૂલ્ય હોય છે હવા અને પાણી વગેરે જેવી અમૂલ્ય વસ્તુઓની હવે આપણને કિંમત સમજાઈ રહી છે. દાતા હિનાબેન પરેશભાઈ મહેતા, જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા અને વી.આર.ટી.આઈ.ના સહયોગથી મસ્કામાં નવનિર્મિત શીતલ જલધારાનું લોકાર્પણ કરતાં અધ્યક્ષસ્થાનેથી અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું. વી.આર.ટી.આઈ.ના ગોરધનભાઈ પટેલ `કવિ'એ કચ્છમાં સંસ્થાએ શરૂ કરેલી જળક્રાંતિ ચાલુ રહેશે તેમ જણાવી દાતાઓની ભાવનાને બિરદાવી હતી. તા.પં. સદસ્ય શિલ્પાબેન નાથાણીએ મસ્કાના વિકાસ કાર્યોની ઝલક વર્ણવી પાણીની પરબ રાહદારીઓ માટે આશીર્વાદરૂપ બનશે એમ જણાવ્યું હતુ. પ્રો. એમ.ડી. મોતાએ વર્ષો પહેલાં ગામમાં પાણીની પરબ હતી જે પછી બંધ થઈ તેને પુન: ચાલુ કરવા બદલ મસ્કા સરપંચ કીર્તિ ગોર, દાતા અને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા. કીર્તિ ગોરે મસ્કાની પસંદગી કરવા બદલ રાજીપો વ્યકત કરી પરબની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવશે એવી પંચાયત વતી ખાતરી આપી હતી.  મસ્કા ગ્રા.પં. દ્વારા સંસ્થાઓ અને દાતા હિનાબેન પરેશભાઈ મહેતાનું સન્માન કરાયું હતું. સન્માનના પ્રતિભાવમાં પરેશભાઈએ પાણીના એક એક ટીપાંને બચાવવાની અને મહત્તમ જળસંચય કરવાની અપીલ કરી હતી. નિ:શુલ્ક સેવા આપનાર આર્કિટેકટ દીપક સોની, વી.આર.ટી.આઈ.ના કો. ઓર્ડીનેટર સેંઘાભાઈ પારગી, નિતેશ સોની, ગોધરા પ્રા. શાળા આચાર્ય, સતારભાઈ મારા અને નીતિનભાઈ ચાવડાનું પણ અભિવાદન કરાયું હતું. સંચાલન   પ્રકાશ નાથાણીએ જયારે મોતીલાલ નાથાણીએ આભારવિધિ કરી હતી. ભરતભાઈ મહેતા, મહેન્દ્ર મોતા, ધીરજ નાગુ, કાનજી મહેશ્વરી, પ્રવીણ વિંઝોડા, જેન્તી નાથાણી વિ.એ આયોજન વ્યવસ્થા સંભાળી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer