પરંપરાગત આયુર્વેદના જ્ઞાનનો ઉપયોગ કરવા સમજ અપાઇ

પરંપરાગત આયુર્વેદના જ્ઞાનનો ઉપયોગ કરવા સમજ અપાઇ
ભુજ, તા. 14 : નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2021 અંતર્ગત માતૃછાયા કન્યા વિદ્યાલયમાં હરસ, ભગંદર તથા મળમાર્ગ રોગના આયુર્વેદ ક્ષારસૂત્ર નિષ્ણાત એવા પ્રોટોકોલોજિસ્ટ ડો. દીપેશ ઠક્કરનું આયુર્વેદ અને યોગા `અ ન્યૂ રે ઓફ હોપ ફોર સસ્ટેનેબલ લિવિંગ' વિષય પર મલ્ટિમીડિયા આધારિત પ્રવચન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત બાદ ટીમ લીડર અંજનીએ કાર્યક્રમની રૂપરેખા અને એન.સી.એસ.સી. પ્રોજેક્ટ વિશે સૌને માહિતગાર કર્યા હતા. મલ્ટિમીડિયા આધારિત પોતાના પ્રવચનમાં ડો. ઠક્કરે યોગના પ્રકાર, આયુર્વેદ અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ, શુદ્ધ આયુર્વેદનું જ્ઞાન, વિરુદ્ધ આહાર, ઘરગથ્થુ ઇલાજ, અષ્ટાંગ યોગ-આયુર્વેદ, આયુર્વેદમાં સર્જરીનો ઇતિહાસ, આયુર્વેદમાં સર્જરીનું મહત્ત્વ, આયુર્વેદનો હેતુ, સમજણ સાથે આયુર્વેદનો ઉપયોગ, આડઅસરો, ટકાઉ જીવન માટે પરંપરાગત આયુર્વેદના જ્ઞાનનો કઇ રીતે ઉપયોગ કરી શકાય તે વિશે સમજ આપી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. કાર્યક્રમમાં  શાળાની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિનીઓ જોડાઇ હતી. સંચાલન ટીમ લીડર કુ. અંજની અંજારિયાએ કર્યું હતું. આભારવિધિ ટીમ મેમ્બર  નીર ભાભેરાએ અને સહયોગ  હેતવી મહેતાએ કર્યો હતો. ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે નીરજભાઇ મચ્છર રહ્યા હતા. હિમાંશુભાઇ બારોટે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું માર્ગદર્શન અશ્વિનભાઇ લીમાણી અને કિંજલબેન પરમારે આપ્યું હતું. આયોજક તરીકે શાળાના આચાર્યા સુહાસબેન તન્ના રહ્યા હતા. ટ્રસ્ટી મધુભાઇ સંઘવી અને નલિનીબેન શાહે સમાજ ઉપયોગી પ્રવૃત્તિને બિરદાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer