મોડવદર ગ્રા.પં.ની સીમમાં ખાનગી કંપની દ્વારા થતી ગેરપ્રવૃત્તિ નહીં અટકાવાય તો આંદોલનની ચીમકી

અંજાર, તા. 14 : મોડવદર ગ્રા.પં.ની સીમતળમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરાતી હોવાનો આક્ષેપ અંજાર તા. કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયો હતો.આ અંગે પ્રમુખ કરશન રબારી દ્વારા તલાટી-સરપંચ પાસે વિવિધ માહિતી માગી હતી. જેમાં અંજાર-ભચાઉ હાઇવેને જોડતા મુખ્ય માર્ગની બાજુએ ગૌચર જમીનમાં કંપનીનો મુખ્ય પ્રવેશદ્વાર છે, તેને તાત્કાલિક બંધ કરવા અને આગળનાં ભાગમાં ગૌચર જમીન છે, તેમાં વૃક્ષારોપણ કરવાનાં બદલે માટી -મેટલ જેવા પુરાણ કર્યા છે તો તેની મંજુરી આપનાર સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી. કંપનીમાં તાજેતરમાં બાંધકામો થઇ રહ્યા છે તેની મંજુરી લેવાઇ છે કે, કેમ ? કેમિકલ યુક્ત પાણી છોડાય છે જેનાથી પશુ-પક્ષીના મૃત્યુ થતા હોવાનો આક્ષેપ કરી જો પગલાં નહીં ભરાય તો આંદોલનની ચિમકી આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer