બિદડાના અપમૃત્યુ કેસમાં માતા-પિતાની તટસ્થ તપાસ માટે વધુ એક રજૂઆત

ભુજ, તા. 14 : માંડવી તાલુકાના બિદડા ગામે બનેલા પૂજાબેન નામની પરિણીત યુવતીનો કિસ્સો આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનું જણાવી આ હતભાગીના માતાપિતાએ મૃતદેહ ફરીથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની માગણી સાથેના વિવિધ સંલગ્ન મુદા્ ઉચ્ચ સ્તરે ઉઠાવ્યા હતા. ભુજમાં જી.આઇ.ડી.સી. હંગામી આવાસ ખાતે રહેતા પૂજાબેનના પિતા ભરતગિરિ ખીમગિરિ ગુંસાઇ અને માતા હર્ષિદાબેને રાજયના ગૃહમંત્રી, અગ્રસચિવ અને પોલીસ મહાનિર્દેશકને લેખિત પત્ર દ્વારા આ વધુ એક રજુઆત કરી હતી. ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ પૂજાબેનને સાસરીયા પક્ષના સભ્યોએ માર મારીને તેની હત્યા કરેલી છે. લાશને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી સાથે તેમણે પ્રકરણને સંલગ્ન શંકાસ્પદ લાગેલા સહિતના વિવિધ મુદા્ રજુ કર્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer