નલિયામાં થાંભલે બેઠેલાં રાષ્ટ્રીય પક્ષીનું વિદ્યુત આંચકે લાગતાં મોત

નલિયા, તા. 14 : અબડાસાના આ મુખ્ય મથક ખાતે આંબેડકર પ્રતિમા પાછળ પીજીવીસીએલનાં થાંભલા પર બેઠેલા રાષ્ટ્રીય પક્ષી મોરને વીજ આંચકો લાગતા તેનું તત્કાલ પ્રાણ પંખેરૂં ઊડી ગયું હતું. આજે બપોરે 4-30 વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાછળ થાંભલા પર બેઠેલા મોરને ભારે વીજ આંચકો લાગતાં મોર જમીન પર પટકાયો હતો અને તત્કાળ તેનું મેત થયું હતું. આ અંગેની જંગલખાતાને નીતીન દરજીએ જાણ કરતાં બનાવ સ્થળે જંગલખાતાનાં અધિકારી શ્રી ચુડાસમા પહોંચી આવી પંચનામું કરી મૃતક મોરને પી.એમ. માટે લઇ જવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ થાંભલા પર શોર્ટ સર્કીટ થતાં એક રાષ્ટ્રીય પક્ષીએ જીવ ગુમાવ્યો હતો. અબડાસામાં વારંવાર થતા રાષ્ટ્રીય પક્ષી મોરનાં મૃત્યુથી પક્ષી પ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઇ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer