મુંબઈ પોર્ટ ટ્રસ્ટ વેતન સુધારણામાં ભાગ લે તે માટે સંગઠનો સક્રિય

ગાંધીધામ, તા. 14 : આર્થિક સ્થિતિનો હવાલો આપીને મુંબઈ પોર્ટ ટ્રસ્ટે જૂથ સી અને ડીની વેતન સુધારણા કમિટીમાંથી નામ પાછું ખેંચતાં લખેલા પત્રને લઈને દેશના તમામ મહાબંદરોનાં કામદાર સંગઠનોમાં ગંભીર પ્રત્યાઘાત પડયા છે.સંગઠનો  મુંબઈ પોર્ટ ટ્રસ્ટ વેતન સુધારણામાં ભાગ લે તે  માટે સક્રિય બન્યાં છે.ઓલ ઈન્ડિયા પોર્ટ?એન્ડ ડોક વર્કર્સ ફેડરેશનના અધ્યક્ષ પી.એમ. મોહંમદ હનીફે તેમના સંગઠન સંલગ્ન તમામ યુનિયનોને એક અપીલ કરતાં કહ્યું છે કે સૌ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષને પત્ર લખીને વેતન સુધારણામાં તેઓ ભાગ લે તેવો અનુરોધ કરે. કામદાર મહાસંઘને ડર છે કે હવે અન્ય અંદર પ્રશાસન પણ જૂથ સીઅને ડીની વેતન સુધારણા પ્રક્રિયામાંથી હટી જશે. ફેડરેશનના મુંબઈ સ્થિત પ્રતિનિધિઓએ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષને મળીને આ અંગે રજૂઆત કરી છે અને વેતન સુધારણા પ્રક્રિયામાં મુંબઈ મહાબંદર ભાગ લે તેવા પ્રયાસ હાથ ધર્યા છે, તેવી વિગત આ અપીલપત્રમાં અપાઈ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer