મનોવૈજ્ઞાનિક સારવાર થકી ભુજનું ઓટિઝમ બાળક બોલતું થયું

ભુજ, તા. 14 : અહીંના હર્ષ નામના બાળકને એક વર્ષ અગાઉ સ્પીચનો વિકાસ ન થવાથી તેમના બાળરોગ નિષ્ણાત ડો. દીપ કોઠારીના અભિપ્રાય મુજબ મનોવૈજ્ઞાનિક સારવાર તથા રિહેબિલિટેશનની જરૂરિયાત હોઈ બાળકને લેઉવા પટેલ હોસ્પિટલ ખાતેના પીડિયા, રિહેલિબિટેશન ડિપાર્ટમેન્ટ ખાતે રિફર કરાયું હતું. હોસ્પિટલના રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના સાયકોલોજિસ્ટ ડો. ગૌરાંગ જોશીના પ્રારંભિક મૂલ્યાંકન બાદ બાળકની થેરાપી તથા કાઉન્સેલિંગની શરૂઆત કરવામાં  આવી હતી.બાળક હાલ સામાન્ય શાળામાં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાએ લેઉવા પટેલ હોસ્પિટલના ડોકટર તથા મેનેજમેન્ટનો આભાર માન્યો હતો તેવું પબ્લિક રિલેશન ઓફિસર ડો. પ્રભવ અંતાણીએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer