ભુજ-ગાંધીધામ `નીટ''નાં મળેલાં પરીક્ષા કેન્દ્રને આવકાર

ભુજ, તા. 14 :ગત વર્ષે કોરોનાકાળ દરમ્યાન તબીબી ક્ષેત્રે મેડીકલ કોલેજ દાખલ થવા માટેની સ્પર્ધાત્મક-એન્ટ્રાસ ટેસ્ટ માટે કચ્છનાં વિદ્યાર્થીઓને તથા તેના વાલીઓને જે મુસીબતોનો સામનો કરવો પડેલો ત્યારથી મે-2020થી સામાજિક અગ્રણી તેમજ પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડન્ટ જગદીશભાઈ મહેતાએ કચ્છને નીટનું પરીક્ષા કેન્દ્ર આપવા કેન્દ્ર-રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાનોને રજૂઆત કરી હતી. કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ યુનિ.ના કુલપતિ શ્રી જાડેજાએ સરકાર પાસે રજૂઆતને બળ આપતાં કચ્છનાં સેંકડો વિદ્યાર્થીઓ તથા વાલીઓનાં હિતમાં કચ્છમાં ભુજ તથા ગાંધીધામ ખાતે આવાં પરીક્ષા કેન્દ્રની મંજૂરી મળતાં શ્રી મહેતાએ આવકાર આપ્યો હતો.નીટની પરીક્ષા પ્રથમ વખત ભુજ ખાતે સંસ્કાર સ્કૂલમાં યોજાઈ હતી. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની ઉમદા પહેલથી પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓનાં પરિવારના સમય, શક્તિ અને શ્રમ બચતાં તમામે હાશકારો અનુભવ્યો હતો. કુલ્લ 650 ઉમેદવારો પૈકી 628 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા યોજાયેલ આ પરીક્ષાયજ્ઞમાં શાળાના ડાયરેકટર કિરીટ કારીઆએ વ્યવસ્થાપન સંભાળ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer