નેત્રામાં હાઇસ્કૂલ અને ચાર શાળામાં શિક્ષકોની ઘટથી શિક્ષણકાર્યને જફા

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : તાલુકાના નેત્રા ગામે હાઇસ્કૂલ તેમજ ચાર શાળામાં શિક્ષકોની લાંબા સમયથી ઘટના તળે શિક્ષકો મૂકવા માગણી કરવામાં આવી છે.નેત્રા ગ્રામ પંચાયતના સદસ્ય હારુનભાઇ કુંભારે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શિક્ષણ શાખા જિલ્લા પંચાયત, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ વગેરેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, નેત્રા ગામે સારસ્વતમ હાઇસ્કૂલ-નેત્રામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બે શિક્ષકોની ઘટ છે જ્યારે નેત્રા પ્રાથમિક કુમાર શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની જરૂરત છે તેમજ નેત્રા પ્રાથમિક કન્યા શાળામાં ગણિત-વિજ્ઞાનના માસ્તરો છેલ્લા કેટલાક વખતથી સતત ગેરહાજરી સાથે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની જગ્યા ખાલી છે.મફતનગર નેત્રા પ્રાથમિક શાળામાં ગણિત, વિજ્ઞાન અને ભાષાના શિક્ષક નથી. તો ધો. 1થી 5માં પણ બે શિક્ષકો ઓછા છે. નેત્રા પંચાયત તાબેના બાડિયારાની પ્રાથમિક શાળામાં પણ ઘણા વખતથી ગણિત-વિજ્ઞાન જેવા મહત્ત્વના માસ્તરો નથી. શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ પર પણ માઠી અસર થાય છે. શ્રી કુંભારે વિવિધ અધિકારી, પદાધિકારીઓને પાઠવેલા પત્રમાં શિક્ષકોની ઘટની માગણી પૂરી શિક્ષણની અસર નિવારવા માગણી કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer