ગાંધીધામમાં આયકર દિન સંદર્ભે 11 વૃક્ષોનું કરાયેલું વાવેતર

ગાંધીધામમાં આયકર દિન સંદર્ભે 11 વૃક્ષોનું કરાયેલું વાવેતર
ગાંધીધામ, તા. 28 : અહીંના મારવાડી યુવા મંચ અને આયકર વિભાગ ધ્વારા પર્યાવરણ સંરક્ષણના ઉદેશ સાથે  રેલવે કોલોનીમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય  ખાતે વૃક્ષારોપણ  કરાયુ હતું. સંસ્થા ધ્વારા  આયકર દિવસના ઉપલક્ષમાં  ટ્રી ગાર્ડ સાથે  11 વૃક્ષોનું  વાવેતર કરાયું હતું. આયવેરા વિભાગના કમિશ્નર  અનમ બેનિશ, આયકર અધિકારી વિષ્ણુ મંગનાની,  અશોક ગુરૂ, રેલવેના એરીયા મેનેજર આદિશ પઠાનિયા  હાજર રહયા હતા. સંસ્થા ધ્વારા અતિથિઓને સ્મૃતિચિહન સાથે સન્માનિત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ સંદીપ બાગરેચા, મંત્રી પારસ જોયા, પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર જૈન, શૈલેન્દ્ર  જૈન, સહમંત્રી કેવરામ પટેલ, આવકવવેરા વિભાગના ઈન્સ્પેટકર આશિષ ડાગોર, સુરેશભાઈ, સીનીયર ટી.એ કૃષ્ણા ગૃપ્તા, મહેશ ભાગવત, સુરેશ મકવાણા, ગજેન્દ્રસિંહ બોલિયા વગેરે હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer