કૃણાલને કોરોના : બીજી ટી-ર0 સ્થગિત

કોલંબો, તા.27: સ્પિન ઓલરાઉન્ડર કુણાલ પંડયા કોરોના પોઝિટિવ થતાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મંગળવારે રાત્રે 8-00 વાગ્યાથી રમાનાર બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ સ્થગિત કરી દેવામાં આવી છે. જો બન્ને ટીમના તમામ ખેલાડીઓના અને સપોર્ટ સ્ટાફના કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો સ્થગિત થયેલી બીજી ટી-20 મેચ બુધવારે રમાશે. કુણાલ પંડયાના નજીકથી સંપર્કમાં આવેલા 8 ભારતીય ખેલાડીઓને હાલ આઇસોલેશનમાં લેવામાં આવ્યા છે. આ ખબરની બીસીસીઆઇએ પુષ્ટિ કરી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે કોરોનાને લીધે જ ભારત અને શ્રીલંકા વચ્ચેની લિમિટેડ ઓવર્સની સિરીઝનો કાર્યક્રમ બદલવો પડયો હતો અને વન ડે શ્રેણી તા. 13ના બદલે 18મીથી શરૂ થઇ હતી. જ્યારે ટી-20 શ્રેણીનો પ્રારંભ તા. 2પમીથી થયો હતો. જેની પહેલી મેચ રમાઇ ગયા બાદ હવે ફરી કોરોનાનું સંકટ સર્જાયું છે અને ભારતીય ખેલાડી કુણાલ પંડયા કોરોનાની ઝપટે ચડી ગયો છે. આથી બીજી મેચ સ્થગિત કરી દેવામાં આવી છે અને હવે સંભવત: આવતીકાલ બુધવારે રમાશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer