અંજારમાં આંકડાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 27 : અંજારમાં જાહેરમાં વરલી મટકા આંકડાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો. પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડા રૂા. 1950 જપ્ત કરવામાં આવ્યા હતા. અંજાર શહેરના ગંગા નાકાની પાસે ચાની હોટેલની બાજુમાં એક શખ્સ આંકડા લેતો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી. ચાની હોટેલની બાજુમાં ઊભા રહી જિતેન્દ્ર જયંતીલાલ ઠક્કર નામનો શખ્સ ડાયરીના પાનામાં આંકડા લખી રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો. લોકો પાસેથી આંકડા લઇ ઉપર લખાવતા આ શખ્સની અટક કરી તેની પાસેથી રોકડા રૂા. 1950, ડાયરીના ત્રણ પાના, પેન વગેરે આંકડાનું સાહિત્ય કબજે લેવામાં આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer