આજથી આરટીઇ હેઠળ ખાનગી શાળામાં 1967 બાળકને પ્રવેશ

ભુજ, તા. 27 : નબળા અને પછાત વર્ગના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળી શકે તે માટે આરટીઇ હેઠળ કચ્છના પ્રથમ રાઉન્ડમાં જાહેર થયેલા 1967 બાળકને પ્રવેશ અપાશે. વાલીઓએ 4થી ઓગસ્ટ સુધી પ્રવેશ મેળવી લેવાનો રહેશે અન્યથા પ્રવેશ રદ ગણાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિએ  આપેલી વિગતો મુજબ કચ્છમાં આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે કુલ્લ 4434 ફોર્મ ભરાયા હતા. તે પૈકી 3521 માન્ય અરજીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાયો છે. આ માટે વાલીઓને મેસેજથી જાણ કરી દેવામાં આવી છે. વાલીઓએ પોર્ટલ પરથી એડમિટ કાર્ડ ડાઉન્ડલોડ કરી આગામી 4થી ઓગસ્ટ સુધી જરૂરી અસલ આધારો દર્શાવી શાળામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે તથા શાળાઓએ પણ ઓનલાઇન એડમિટ કરી પહોંચ આપવાની રહેશે. આ સંદર્ભે કોઇપણ મુશ્કેલી હોય તો જિલ્લા કચેરીના  હેલ્પલાઇન નં. 02832 221103 પર સંપર્ક કરવે, જે વાલીને મેસેજ મળ્યો ન હોય તેમણે પોર્ટલ પર અરજીની સ્થિતિનું મેનુ પર જઇ ચકાસણી કરી શકશે તેવું નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરે જણાવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer