કચ્છમાં એક કોરોના સંક્રમિત વધ્યો

ભુજ, તા. 27 : કચ્છમાં સાવ શાંત પડી ગયેલું કોરોના સંક્રમણ ફરી એકવાર ધીમા ડગલે હાજરી પુરાવી રહ્યું હોય તેમ સોમવાર બાદ આજે સતત બીજા દિવસે કોરોનાએ વધુ એક કેસ સાથે કચ્છમાં પોતાની હાજરી પુરાવી છે. નિયમપાલન કરવા અને કરાવવામાં જોવા મળતી ભારે ઢીલાશ વચ્ચે કેસમાં ધીમા પગલે જોવા મળતા વધારાએ ક્ષણિક ચિંતાની સ્થિતિ સર્જી છે.ગાંધીધામ તાલુકામાં નવો એક કેસ નોંધાતાં કુલ પોઝિટિવ કેસનો આંક 12595 પર પહોંચ્યો છે. એકપણ દર્દી સાજો ન થતાં સક્રિય કેસ વધીને ચાર પર પહોંચી ગયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12479ના આંકે સ્થિર રહી છે. જિલ્લામાં રસીકરણ લેનારા લોકોની સંખ્યા સોમવારની તુલનાએ લગભગ બમણી થઇ છે. ગાંધીધામમાં સૌથી વધુ 3497, ભુજમાં 2382, અંજારમાં 1080, મુંદરામાં 899, માંડવીમાં 874, ભચાઉમાં 648, અબડાસામાં 533, રાપરમાં 531, નખત્રાણામાં 399 અને લખપતમાં સૌથી ઓછા 221 મળી 11064 લોકોને રસી અપાતાં રસી લેનારા લોકોની કુલ સંખ્યા 6.10 લાખે પહોંચી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer