ભુજમાં સિટી સર્વે કચેરીમાં સગીરાની છેડતીની ફોજદારી

ભુજ, તા. 24 : શહેરમાં મુંદરા રોડ ઉપર કાર્યરત સિટી સર્વે કચેરીમાં શ્રમજીવી વિધવા મહિલાની સગીર વયની પુત્રીની છેડતીના મામલે ફોજદારી ગુનો દાખલ કરાયો હતો.  ભોગ બનનાર કન્યાની માતાએ ગઇકાલે બનેલા આ કિસ્સા વિશે અત્રેના એ. ડિવિઝન પોલીસ મથકમાં યુનુસ લતિફ ચાકી તરીકે ઓળખાતા મહેંદી કોલોનીમાં રહેતા મોહમદ અબ્દુલ્લ લતિફ સુમરા સામે પોકસો ધારા સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરાવી હતી. સગીરા તેની માતા ટિફિન પહોંચાડવાનું કામ કરતી હોવાથી તેની સાથે ગઇ હતી ત્યારે આ ઘટના બની હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટએ જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પ્રકરણમાં ફરિયાદ ન થાય તે માટે સમાધાન અને ધાકધમકી સહિતના પ્રયોગો થયા હોવાની વિગતો પણ જાણવા મળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer