બિદડા બાયોડીઝલ કેસમાં જિ.પં. કા. ચેરમેનના પુત્રની સંડોવણી સપાટીએ

ભુજ, તા. 24 : માંડવી તાલુકાના બિદડા ગામે ચાલુ મહિનાની ચોથી તારીખે રાત્રે પોલીસે પાડેલા દરોડામાં રૂા. બાવન હજારની કિંમતનું 800 લિટર બાયોડીઝલ અને મિનિ ટેમ્પો પકડાવાના કિસ્સામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીના પુત્ર હરિની સંડોવણી પણ બહાર આવતા પોલીસે તેના સહિત કુલ્લ ચાર આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ દરોડા સમયે પકડાયેલા બિદડાના મનોજ ઉર્ફે મનીષ ચાંપશી સોલંકી અને ભાવેશ ધીરજલાલ પટેલે એવી કેફિયત આપી હતી કે આ જથ્થો ભુજપુર-ઝરપરા  વચ્ચેની મિલ ખાતેથી હરિ મહેન્દ્ર ગઢવી મારફતે મળ્યો હતો. આ પછી હરિ અને નાની ભુજપુર વાડી વિસ્તારના અશોક નારાણ શેડાની સંડોવણી સ્પષ્ટ થઇ હતી. દરમ્યાન આ મામલામાં ફોરેન્સિક લેબના અહેવાલ બાદ પોલીસે આ ચારેય આરોપી સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer