જીટીયુના એમબીએ સેમ - 1નાં પરિણામમાં રાજ્યમાં ટોચે બે કચ્છી

જીટીયુના એમબીએ સેમ - 1નાં પરિણામમાં રાજ્યમાં ટોચે બે કચ્છી
ભુજ, તા. 24 : સાપેડા ગામ નજીક આવેલી એસ.આર.કે. ઇન્સ્ટિટયૂટે તેની સિદ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. તાજેતરમાં જાહેર થયેલાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) સેમેસ્ટર-1નાં પરિણામમાં 10 સીપીઆઇ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા 35 છાત્રમાંથી કચ્છનાં ત્રણનો સમાવેશ થાય છે અને એમાં બે એસ.આર.કે. કોલેજનાં છે.આ કોલેજને ભૂતકાળમાં પણ સિદ્ધિઓ હાંસલ થઇ છે, જેમકે સતત ત્રણ વખત જીટીયુની તમામ એમબીએ કોલેજમાંથી ત્રીજા ક્રમાંકે આવી હતી. તાજેતરની પરીક્ષાઓમાં સંસ્થાના કુલ 16 વિદ્યાર્થીઓ 9 સીપીઆઇને પાર થયા છે, તેમાં બે વિદ્યાર્થીએ પૂરેપૂરા 10 સીપીઆઇ એટલે કે 100 ટકા માર્ક્સ મેળવીને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. કોલેજના સાહિલ મેમણ અને બાલક્રિશ્ના ચોથાણીએ આ સિદ્ધિ મેળવી છે. સંસ્થાએ સતત ચોથી વખત સો ટકા પરિણામ મેળવીને ગુજરાતની બેસ્ટ કોલેજોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સંસ્થાના વડા પ્રો. સુરભિ આહીર, સંસ્થાના ઇનોવેશન એડવાઇઝર અંજલિ કાનગડ, ઇન્ચાર્જ ડિરેક્ટર ડો. જાગૃત વસાવડા અને પ્રિન્સિપાલ નિર્દેશ બૂચે સિદ્ધિ બિરદાવી હતી. ચેરમેન અરજણ કાનગડ દ્વારા આશીર્વચન પાઠવાયાં છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer