`ત્રીજી લહેર માટે તૈયાર રહે ગુજરાત સરકાર''

અમદાવાદ, તા. 23 : કોરોના સંક્રમણના મુદ્દે હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશન પર ચુકાદો આપ્યો છે. જેમાં કોરોના મામલે હાઈકોર્ટે ફરીથી ગુજરાત સરકારને અનેક મામલે ટકોર્યા છે. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. સાથે કોર્ટે એવું પણ કહ્યું છે કે રાજ્ય સરકારે ઘણું બધું કર્યું છે. પરંતુ આજે પણ ઘણું કરવાની જરૂરિયાત છે. તેમજ કોરોનાના નવા વેરીયન્ટની અસરોથી બચવા લોકજાગૃતિ જરૂરી છે. હાઈકોર્ટે ચુકાદામાં ભારપૂર્વક કહ્યું છે કે સરકારી, અર્ધસરકારી કે ખાનગી હોસ્પિટલો સાચા આંકડાઓ અને રિયલ ટાઈમ ડેટા આપે એ માટે સરકાર હોસ્પિટલની જવાબદારી નક્કી કરે. દિવ્યાંગ અને સમાજના નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન થાય એ માટેની વ્યવસ્થા ઉભી કરો. ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થશે એવા અહેવાલોને ધ્યાનમાં રાખીને તેમના માટે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરો. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે એ ખૂબ જ જરૂરી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું સરકાર ચુસ્તપણે પાલન કરાવે, આના માટે સરકારે કઠોર થવું પડશે. હાઈકોર્ટે કહ્યું કે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એલર્ટ રહે કોઇ ચૂક કે ભૂલ ન થાય એમાં જ બધાનું હિત છે. વેક્સિનેશન ઝડપી થાય અને લોકોને સરળતાથી વેક્સિન મળે એનો સ્ટોક જળળાઈ રહે એ સરકારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઙજઅ ઓક્સિજન પ્લાન્ટ પણ જ્યાં લગાડવાના પ્રોજેક્ટ છે, ત્યાં ઝડપથી લાગી જાય એ માટે સરકારે પ્રયત્ન કરવા જોઇએ. આ ઉપરાંત મેડિકલ સ્ટાફની કાયમી ભરતી ઝડપથી પૂર્ણ કરવા પણ હાઇકોર્ટે જણાવ્યું છે. પહેલી અને બીજી વેવમાં મેડિકલ સ્ટાફની અછત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હતી. હવે ઝડપથી એની પ્રોસેસ કરી સ્ટાફની ભરતી કરો. ઙઇંઈ અને ઈઇંઈને રૂરલ એરિયામાં વધુ કાર્યક્ષમ કરો, જેથી બધાને એનો લાભ મળે. સરકારે મેડિકલ એજ્યુકેશન માટે પણ લોકોને પ્રોત્સાહન આપવું જોઇએ, જેથી આવા પેન્ડેમિકમાં મેડિકલલાઈનના વિદ્યાર્થીઓને આ સેવામાં ઉપયોગમાં લઇ શકાય. મેડિકલ એજ્યુકેશનમાં સકારાત્મક સુધારાની આવશ્યકતા હોવાનું પણ કોર્ટનું અવલોકન છે. હાઇકોર્ટે કોરોનાને લઇને થયેલી સુઓમોટો અને અન્ય પિટિશનને ડિસ્પોઝ કરીને કોમન ઓર્ડર પાસ કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer