ગુજરાતના 23 જિલ્લામાં એક પણ કેસ નહીં, નવા 36 દર્દી

અમદાવાદ, તા. 23 (પ્રતિનિધિ દ્વારા) : ગુજરાતમાં ગુરુવારે નોંધાયેલા 34 નવા સામે છેલ્લા 24 કલાક દરમ્યાન 36 નવા કેસ નોંધાયા છે. રાજ્યના ગાંધીનગર અને અન્ય 22 જિલ્લા મળીને કુલ 23 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.વિતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં 61 દર્દી  સાજા થતાં કુલ 8,14,223 દર્દી  વાયરસ મુક્ત થઈ ગયા છે. હાલ 345 સક્રિય કેસ છે. જેમાંથી પ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં 8, સુરતમાં 7, વડોદરામાં 4, રાજકોટ અને જૂનાગઢમાં 2-2 કેસ નોંધાયા હતા. વિતેલા 24 કલાક દરમ્યાન અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવાગામ, પંચમહાલ, પાટણ, પોરબંદર, તાપી, વડોદરા અને વલસાડ મળીને કુલ 23 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. વિતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં 3,55,993 વ્યક્તિને પ્રથમ અને બીજા ડોઝની રસી અપાઈ હતી. આમ અત્યાર સુધી કુલ 3,10,11,525 વ્યક્તિઓએ પ્રથમ અને દ્વિતીય રસી મેળવી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer