ભુજ વિસ્તારમાં બાયોડીઝલ સંબંધી અલગ અલગ પાંચ કેસમાં ફોજદારી દાખલ

ભુજ, તા. 23 : તાલુકાના બી-ડિવિઝન પોલીસ મથક હેઠળના જુદા જુદા વિસ્તારોમાં પકડાયેલા બાયોડીઝલના મામલામાં જુદી જુદી પાંચ ફરિયાદ દાખલ કરાઇ હતી.  પોલીસે આપેલી માહિતી મુજબ ગત તા. 10મી સપ્ટેમ્બરે માધાપર હાઇવે ખાતે બનેલા કેસમાં નથુલાલ માવજી પારઘી સામે તથા આ જ સ્થળે પડાયેલા અન્ય એક દરોડા વિશે કાનજી શામજી ભાનુશાલી અને ઉમેશ જોશી સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. આ જ વિસ્તારમાં નળવાળા સર્કલ પાસે 17મી જૂનના પકડાયેલા જથ્થા બાબતે જોગીન્દર મુલકરાજ અરોરા અને નરશી અરજણ ગાગલ સામે ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત તા. 27/9ના નળવાળા ચકરાવા પાસેના કિસ્સામાં હબાય ગામના વિરમ ભીમજી કેરાસિયા સામે તથા તાલુકાના ધ્રંગ ગામ નજીક પાંચમી મેના પકડાયેલા જથ્થા બાબતે સચિન શિવજી ચાડ (સુમરાસર શેખ) સામે ગુનો દાખલ કરાયો હતો. એફ.એસ.એલ.નો અહેવાલ આવ્યા બાદ આ ગુના દાખલ કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે જેમની સંડોવણી આ સંલગ્ન કેસોમાં બહાર આવી હતી તે પૈકીના અમુક જણ ફોજદારી ફરિયાદમાંથી સરકી ગયા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer