પત્નીની સ્મૃતિમાં બળદિયાના દાતાએ 105 જરૂરતમંદ દર્દીનાં આંખનાં ઓપરેશન કરાવ્યાં

પત્નીની સ્મૃતિમાં બળદિયાના દાતાએ 105 જરૂરતમંદ દર્દીનાં આંખનાં ઓપરેશન કરાવ્યાં
ભુજ, તા. 23 : લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા 95મો આંખના મોતિયાનાં ઓપરેશનનો બેદિવસીય કેમ્પ યોજાયો હતો. આ મેગા કેમ્પ માટે દાતા પ્રેમજીભાઇ કેશરાભાઇ રાઘવાણી-બળદિયા અને તેમના પુત્ર રવિભાઇ પ્રેમજીભાઇ રાઘવાણી (સિસેલ્સ), અ.નિ. રાધાબાઇ પ્રેમજીભાઇ રાઘવાણીના આત્મસ્મરણાર્થે જરૂરિયાતમંદ 105 દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના આંખનાં ઓપરેશન કેમ્પ માટે આર્થિક સહયોગ આપી આ કેમ્પનો લાભ મેળવ્યો હતો.કેમ્પનું ઉદ્ઘાટન દાતા પ્રેમજીભાઇ કેશરાભાઇ રાઘવાણી અને તેમના પુત્ર રવિભાઇ?રાઘવાણીએ કર્યું હતું. તેમનું લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઇ મહેતાએ સન્માનપત્ર અર્પણ કરી અને પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું. જિ.પં. ભુજના શાસકપક્ષના નેતા હરિભાઇ હીરાભાઇ જાટિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન શૈલેશભાઇ માણેકે સમગ્ર આંખના કેમ્પ વિશે માહિતી આપી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના નવનિયુક્ત પ્રમુખ વિપુલભાઇ જેઠીએ સૌને આવકાર્યા હતા. ખજાનચી અનુપ કોટક, અભયભાઇ શાહ, ભુજના દિનેશભાઇ ઠક્કર, ઝોન ચેરમેન ભૂપેન્દ્રભાઇ પટેલ, શૈલેન્દ્રભાઇ રાવલ, શૈલેશભાઇ ઠક્કર, એ. વાય. અકબાની, માધાપર ક્લબના પ્રમુખ કિંચન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઇ મહેતાએ દાતાનો આભાર વ્યક્ત કરતાં લાયન્સ હોસ્પિટલમાં ચાલતી સેવાઓ વિશે જાણકારી આપી હતી. અત્યાર સુધીના 94 કેમ્પમાં 27,000 જેટલા જરૂરિયાતમંદ લોકોનાં આંખનાં સફળ ફ્રી ઓપરેશન લાયન્સ હોસ્પિટલ પૂર્ણ કરી ચૂકી છે.આર્થિક રીતે નબળા ઘણા બધા દર્દીઓ હવે પછીનાં આંખનાં ઓપરેશનના કેમ્પ માટે વેઇટિંગમાં છે.કેમ્પ તથા કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઇ શાહે કર્યું હતું. આભારવિધિ ભુજ ક્લબના મંત્રી અજિતસિંહ રાઠોડે કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer