ગાંધીધામમાં ખાદ્ય નિગમની કચેરી સમક્ષ કામદાર સંઘે કર્યાં ધરણા

ગાંધીધામમાં ખાદ્ય નિગમની કચેરી સમક્ષ કામદાર સંઘે કર્યાં ધરણા
ગાંધીધામ, તા. 23 : સંકુલના એફ.સી.આઈ. ગોડાઉનમાં કામ કરતા રોજંદાર કામદારો ઉપર  રોજગારીનું સંકટ ઉભું થવાના મુદે કુશળ અકુશળ અસંગઠીત  કામદાર સંગઠન પૂર્વ-પશ્ચિમ કચ્છે એક દિવસીય ધરણા  કાર્યક્રમ આપ્યો હતો.ગાંધીધામ એફસીઆઈ ગોડાઉનમાં લોડીંગ-અનલોડીંગ અને ગોડાઉનના રખરખાવનો  કરાર તા.17/7ના પૂર્ણ થયો છે. જેની અત્રે કામ કરતા કામદારો બેકાર બન્યા છે. ગોડાઉનને ખોલવા, સંગ્રહિત અનાજમાં કીટનાશક દવા નાખવા વગેરે કામગીરી અટકી પડી છે. યુનિયનના સચિવ વેલજીભાઈ જાટે  એફ.સી.આઈ.ના  અમદાવાદ સ્થિત જનરલ મેનેજર શ્રીકાન્ત પ્રસાદ સહિતના  સમક્ષ પરામર્શ કરી કર્મચારીઓને રોજગારી આપવા અનુરોધ કર્યો  હતો. ધરણા કાર્યક્રમમાં સાંજના સમયે જનરલ મેનેજર શ્રી પ્રસાદ દ્વારા  આ રોજદાર  કામદારોમાંથી 25-30 કામદારોને રોટેશન  પ્રમાણે  કામ  ઉપર લેવા  આદિપુરના જનરલ મેનેજર ઈશ્વરચંદ્ર મીણાને સુચના અપાઈ હતી.આ સૂચના બાદ ગોડાઉન ખાતે આ  આંદોલન સમેટાયું હતું. દરરોજ જરૂરીયાતમંદ 25-30 કામદારોને  રોટેશન મુજબ કામે લેવાની  બાંહેધરી  શ્રી જાટને અપાઈ હતી. યુનિયનના પ્રયાસો થકી કામદારોને કામ મળતા   આનંદની લાગણી પ્રસરી હતી તેવુ ઉપપ્રમુખ કિર્તીકુમાર આચાર્યે એક યાદીમાં જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer