મહિલાઓએ દોઢ લાખ માસ્ક તૈયાર કર્યાં

મહિલાઓએ દોઢ લાખ માસ્ક તૈયાર કર્યાં
મુંદરા, તા. 23 : અહીંનાં યુસુફ મહેરઅલી સેન્ટર-ભદ્રેશ્વર દ્વારા કચ્છ જિલ્લાના અંજાર અને ગાંધીધામ સ્થિત લેકમેલિવર પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ કંપનીના સહયોગથી સી.એસ.આર. પ્રવૃત્તિમાં કચ્છના બંને તાલુકાનાં સાત ગામડાંમાં પ્રભાત પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી 1500થી વધુ મહિલાઓને અલગ-અલગ પ્રકારની સિવણ બાબતેની તાલીમ આપવામાં આવી હતી. સિવણ, ફેશન ડિઝાઇન, બ્લોક પ્રિન્ટિંગ વગેરે વિષય પર તાલીમ આપવામાં આવી હતી. કોરોનાની મહામારીમાં જ્યારે આખા ભારતમાં લોકડાઉન હતું, ત્યારે પ્રભાત પ્રોજેક્ટ થકી જે મહિલાઓએ તાલીમ લીધી હતી, તેવી તમામ મહિલાઓએ તેમણે ઘરે જ રહીને મહિલાઓએ લગભગ એક લાખ માસ્ક તૈયાર કર્યાં હતાં. ચાલુ વર્ષ દરમ્યાન હિન્દુસ્તાન યુનિલિવર કંપનીના બે લાખ જેટલાં માસ્ક અને 50 હજાર બેગ ઓર્ડર મુજબ તૈયાર કરવામાં આવી હતી, જેથી તેમણે આઠ?લાખથી વધારેની આવક મેળવી. આ કામગીરીમાં લગભગ 229 મહિલા જોડાઇ હતી અને યુસુફ મહેરઅલી સેન્ટરના લગભગ 30ના સ્ટાફે પણ સહયોગ આપ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ કંપની અંતર્ગત પ્રભાત પ્રોજેક્ટ અને યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા કંપનીના આજુબાજુનાં ગામડાંઓમાં 15 હજાર હાઇજિન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિટમાં માસ્ક, લાઇફબોય સાબુ, વ્હીલ સાબુ, વીમ સાબુ અને સેનિટાઇઝર પાઉચ આ મુજબની સામગ્રી હતી. મહિલાઓ તેમનાં ઘર-પરિવારમાં આવકનાં સ્રોતમાં વધારો કરી શક્યાં છે. તેમાંથી અમુક બહેનો સાથે વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે તેઓ આ રકમ તેમનાં બાળકોનાં શિક્ષણ?પાછળ ઉપયોગ કરશે તેમજ બાળકોનાં નામે ફિક્સ ડિપોઝિટમાં જમા કરાવશે, જેથી કરીને તેમનાં લગ્ન સમયે કોઇની સામે હાથ ન લંબાવવો પડે વગેરે. દરેક મહિલાઓએ પ્રભાત પ્રોજેક્ટ અને યુસુફ?મહેરઅલી સેન્ટરનો આભાર માન્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer