જનશિક્ષણ સંસ્થાને કલાત્મક માસ્ક બનાવવાની સ્પર્ધા યોજી

ભુજ, તા. 23 : જનશિક્ષણ સંસ્થાન કચ્છએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી દ્વારા ચલાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતીના લાભાર્થી લોકોને વ્યાવસાયિક તાલીમ આપીને રોજગારલક્ષી શિક્ષણ પૂરું પાડવાનો છે.સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે તાલીમાર્થીઓ માટે કલાત્મક માસ્ક બનાવવાની સ્પર્ધાનું આયોજન મહેશ્વરી સમાજવાડી, જગજીવનનગર, ગાંધીધામ ખાતે કરાયું હતું. રામભાઈ માતંગ, ગૌતમભાઈ પુંજ, બિજેન્દર સિંગ તથા જનશિક્ષણ સંસ્થાનનો સ્ટાફ અને બહેનો હાજર રહ્યા હતા.ગૌતમભાઈએ કચ્છી વર્કવાળી ડિઝાઈન, ફેન્સી માસ્ક, ભરતકામ, આભલાગૂથણ સાથે તાલીમાર્થીઓ દ્વારા કલાનું પ્રદર્શન નિહાળી અને તેમની પ્રસંશા કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer