દરેક જૈનનો `જિનાલય નિર્માણ'' મનોરથ હોવો જોઇએ

દરેક જૈનનો `જિનાલય નિર્માણ'' મનોરથ હોવો જોઇએ
ભુજ, તા. 23 : શેઠ વર્ધમાન આણંદજીની પેઢી કટારિયાજી તીર્થ સંચાલિત કચ્છના પ્રવેશ સમા સૂરજબારીમાં શ્રી કલાપૂર્ણસૂરિ વિહારધામ સમીપે સ્વ. એ.ડી. મહેતા અને માતા જ્યોતિબેન (જીવતીબેન)ની ચિરંજીવ સ્મૃતિ સ્વરૂપ સ્વદ્રવ્યથી જિનાલય `જીવતીબાનું દેરું'નું નિર્માણ કરાવનાર આરાધના ભવન જૈન સંઘ ભુજના મોભી અને પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન એ. મહેતા તથા સમગ્ર એ.ડી. મહેતા પરિવારનું આરાધના ભવન જૈન સંઘ ભુજ દ્વારા તાજેતરમાં અભિવાદન કરાયું હતું. પ.પૂ.આ.ભા. શ્રીમદ વિજય પૂર્ણચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-6 તથા પ.પૂ. સાધ્વીજી ભગવંત શ્રી ચારુકલાશ્રીજી મ.સા. આદિ ઠાણા-4ની નિશ્રામાં પ્રેમસ્વરૂપ વિવિધ લક્ષી સંકુલમાં આયોજિત અનુમોદના કાર્યક્રમમાં ગુરુદેવશ્રીએ માંગલિક ફરમાવતાં જિનાલય નિર્માણ એ દરેક જૈનનો મનોરથ હોવે જોઇએ તેમ જણાવી આવો ઉત્તમ મનોરથ પૂર્ણ કરનાર સ્વ. એ.ડી.મહેતા પરિવારની દિલેરીને બિરદાવી મંગળમય જીવનના આશીર્વાદ આપ્યા હતા.આગળના ચરણમાં શ્રી સંઘના હોદ્દેદારો સ્વરૂપચંદભાઇ મહેતા, ધીરજલાલ મહેતા, નવીનભાઇ ત્રેવાડિયા, રસિકભાઇ સંઘવી તથા ટ્રસ્ટીગણ ચંદનભાઇ દોશી, નેમચંદભાઇ મહેતા, રજની ભણસાલી, મુકેશ ગઢેચા, જીતુ કાંકરેચા તથા સમાજના પ્રમુખ વિનોદ મહેતા તથા શ્રેષ્ઠીવર્યો દલીચંદભાઇ મહેતા, રમણીકલાલ મહેતા વિ.ના હસ્તે સ્વ. એ.ડી. મહેતા પરિવારના કનકભાઇ મહેતા, કમલભાઇ મહેતા તથા સમસ્ત પરિવારનું મોમેન્ટો અર્પણ કરી તિલક કરી સાલ ઓઢાડી અભિવાદન કરાયું હતું અને સમગ્ર પરિવારના સુકૃતની અનુમોદના કરાઇ હતી. આ વેળાએ શ્રી સંઘના ભાઇ-બહેનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેનું વી.જી. મહેતાએ એઁક યાદીમાં જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer