ભુજના સેવાભાવી તબીબને ચોથી પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પણ

ભુજના સેવાભાવી તબીબને ચોથી પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પણ
ભુજ, તા. 23 : કચ્છના સેવાભાવી તબીબ ડો. વી. એચ. પટેલની ચોથી પુણ્યતિથિ હોતાં તેમનો પરિવાર, સત્યમ અને તાનારીરી મહિલા મંડળ તથા માજી હોમગાર્ડ પરિવાર દ્વારા લાલ ટેકરી પાસે આવેલી સદ્ગતની પ્રતિમા પાસે વંદના કાર્યક્રમ યોજાયો હતો. સદ્ગતની યાદમાં ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર ભાનુબેન પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. દવાખાને આવતા તમામ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાઇ હતી. સત્યમના ઉપક્રમે વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. પ્રતિમાને વંદના નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શિવદાસભાઇ?પટેલ, દર્શક અંતાણી, નયનભાઇ શુક્લ, વિનોદભાઇ ગોર, ભૂપેન્દ્ર મહેતા, તેજપાલ લાંબા, હોમગાર્ડના માજી અધિકારી વિભાકર અંતાણી, ઇસ્માઇલ જુણેજા, વિશ્રામભાઇ બારોટ, અનુપમભાઇ?શુક્લ, નરેન્દ્રભાઇ,  જગદીશભાઇ મહેતા, અવિનાશ વૈદ્ય, ડો. સુરેશ રૂડાણી, પન્નાબેન રૂડાણી, કરશન પટેલ, અનવર નોડે વગેરે દ્વારા કરાઇ હતી.પટેલ પરિવારના ભાનુબેન પટેલ, જયદીપભાઇ પટેલ, વર્ષાબેન પટેલ, કિરણબેન પટેલ, વિશ્વા પટેલ, યેજુશી પટેલ, દિગુભા ઝાલા વિગેરેએ શ્રદ્ધાંજલિ આપી હતી. દરમ્યાન, કોંગી અગ્રણી શંકરભાઇ સચદે, રામદેવસિંહ જાડેજા, રવિ ત્રવાડી, ફકીરમામદ કુંભારે પણ શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer