ભુજ વી.બી.સી. જૈન મહિલા મંડળ દ્વારા `કચ્છ ક્વીન'' સ્પર્ધા યોજાઈ

ભુજ વી.બી.સી. જૈન મહિલા મંડળ દ્વારા `કચ્છ ક્વીન'' સ્પર્ધા યોજાઈ
ભુજ, તા.23 : અહીં આષાઢી બીજ નિમિત્તે વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહિલા મંડળ દ્વારા `કચ્છ ક્વીન' કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે સુધરાઈ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીનું સન્માન કરાયું હતું. અમીતા દોશીએ હિસાબો રજૂ કર્યા હતા. બાદમાં  હાઉઝી રમાડાઈ હતી. કાર્યક્રમનું સંચાલન નેહલ શેઠ તથા ગીતા પારેખે કર્યું હતું. દરમ્યાન `કચ્છી ક્વીન' સ્પર્ધામાં આ ખિતાબ જિજ્ઞા મહેતાએ જીત્યો હતો. બેસ્ટ પર્ફોમન્સ જોલી મોરબિયા, બેસ્ટ ડ્રેસ રીમા પુજ, બેસ્ટ લૂક દર્શના મોરબિયા, બેસ્ટ સ્માઈલ પૂજા દોશી રહ્યા હતા. જજ તરીકે વૈશાલીબેન જેઠીએ સેવા આપી હતી. હંસાબેન તથા અસ્મિતાબેને આનુષંગિક સેવા આપી હતી તેવું નેહલ શેઠની યાદીમાં જણાવાયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer